કાર્યવાહી:દાદીએ સગાઇ તોડતાં સગીરા મંગેતર સાથે ભાગી, 2 વર્ષે મળી, મહેસાણા એસઓજીએ યુવકની ધરપકડ કરી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીને સખી વનસ્ટોપ સેન્ટરમાં મોકલી હાથ ધરાયેલી પૂછપરછ

બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર યુવાન મહેસાણા એસઓજીના હાથે ઝડપાયો હતો. જ્યારે અપહ્રત સગીરા એક વર્ષના બાળક સાથે મળી આવતાં તેને મહેસાણા સખી વન સ્ટોપ સેન્ટરમાં કાઉન્સેલીંગ તેમજ પોલીસ કાર્યવાહી માટે રખાઇ હતી.

મહેસાણા એસઓજી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, ત્યારે ઊંઝા પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સોના ગુનામાં ભાગતો ફરતો વિષ્ણુજી અજમલજી ઠાકોર (રહે. ભાન્ડુ, ખીજોળ તળાવ) ભોગ બનનાર યુવતી અને એક બાળક સાથે રામોસણા બ્રિજ પાસે ઉભા હોવાની બાતમી મળતાં પોલીસે કોર્ડન કરી ઝડપી લીધા હતા. આ ગુનામાં પોલીસે વિષ્ણુજીની અટકાયત બાદ કોવિડનો ટેસ્ટ કરાવ્યો હતો. જ્યારે યુવતીને તેના બાળક સાથે મહેસાણા સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી આપી હતી. અહીં કાઉન્સેલીંગ દરમિયાન યુવતીએ ચોંકાવનારું નિવેદન લખાવ્યું હતું.

જોકે, તે સમયે સગીરાને મંગેતર પસંદ ન હોઇ વિષ્ણુ સાથે ભાગી ગયાનું તેમજ ડીસા, પાલનપુર, અંબાજી, બહુચરાજીમાં રહેતા હતા અને 4 દિવસ પહેલાં જ તેઓ કમલીવાડા ગામે રહેવા ગયા અને પોલીસે તેમને પકડી લીધા હોવાનો ઉલ્લેખ છે. પોલીસે યુવતીનું જજ રૂબરૂ નિવેદન લેવા તજવીજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...