શિક્ષણ:જિલ્લામાં આજે 38 બિલ્ડીંગોમાં જીપીએસસીની પરીક્ષા

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર રાજ્યની સાથે મહેસાણા જિલ્લામાં પણ રવિવારે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને બે તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારીની પરીક્ષા આપશે. જિલ્લાની અલગ અલગ 38 બિલ્ડિંગોમાં 10,522 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. દરેક કેન્દ્રમાં સીસીટીવી કેમેરાની નજર રહેશે.

કો-ઓર્ડિનેટર તરીકે જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલની આગેવાનીમાં મહેસાણા જિલ્લામાં રવિવારના રોજ ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને બે માટે પરીક્ષા યોજાશે. જેમાં સવારે 11 થી 1 અને બપોરે 3 થી 6 એમ બે પેપર લેવાશે. જિલ્લાની અલગ અલગ 38 બિલ્ડીંગો અને 439 બ્લોકમાં 10,522 ઉમેદવારો ક્લાસ વન, ટુ તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારીની પરીક્ષા આપશે. શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાય તે માટે દરેક બિલ્ડીંગ ઉપર સરકારના આયોગ અને તકેદારીના પ્રતિનિધિઓની હાજરી રહેશે તેમજ સ્થળ સંચાલક અને સુપરવિઝન માટે એક સુપરવાઇઝર પણ મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...