ઘરમાં ઓઈલ નીકળવાનો મામલો:કડીમાં પાંચ વર્ષ પૂર્વે સોસાયટીના રહેણાંક મકાનમાં ઓઈલ લીકેજ મામલે GPSC બોર્ડના મેમ્બરને કોર્ટનું તેડું

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ONGCની ઓઈલ પાઇપ લાઈન ઉપર સોસાયટી બાંધી હતી
  • પાંચ વર્ષ પહેલા સોસાયટી નીચેથી મકાનોમાંથી ઓઇલ લીક થયું હતું

મહેસાણા જિલ્લાના કડીમાં પાંચ વર્ષ પહેલાં સીમાડા પરની ઓએનજીસીની ટ્રન્ક પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા સુજાતપુરા રોડ પર આવેલ શિવમ સોસાયટીમાં રહેણાંક મકાનમાં ઓઇલ લીકેજ થયું હતું. જેતે સમયે મકાન માલિકે કોર્ટમાં નોંધાવેલ ફરિયાદના પગલે કડી નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અને હાલના ગાંધીનગર જીપીએસસી બોર્ડના મેમ્બર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની સામે સમન્સ કાઢી આગામી 14 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવાનો હુકમ કડી કોર્ટ કર્યો છે.

કડી શહેરના જીમખાના રોડ ઉપર આવેલ શિવમ સોસાયટીની જમીન નીચેથી પસાર થતી ઓએનજીસીની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનમાં પાંચ વર્ષ પૂર્વે ભંગાણ સર્જાયું હતું. જેમાં મકાન 18 અને 19 નમ્બરના મકાનમાં ઓઇલ નીકળતા સ્થાનિક રહીશો ના જીવ તાળવે ચોંટી ગયા હતા.શિવમ સોસાયટીના મકાનમાં નીચેથી ઓઇલ નીકળતા અંગેની જાણ જે તે વખતે શિવમ સોસાયટીના બિલ્ડર કોન્ટ્રાક્ટર રાજેશ પરમાનંદ શુકલને કરવામાં આવી હતી. જોકે તેમના દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કરાઇ નહોતી જે બાબતે શિવમ સોસાયટીના મકાન નંબર 32 માં રહેતા બિપીનચંદ્ર નટવરલાલએ શિવમ સોસાયટીના બિલ્ડર કોન્ટ્રાક્ટર રાજેશ શુક્લ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશન માં લેખિત ફરિયાદ રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવામાં આવી હતી.

આ અંગે કડી પોલીસ અધિકારી ના ઇન્કવાયરી રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ કામના આરોપી પોતાની અંગત આર્થિક ફાયદા માટે શિવમ સોસાયટીનું બાંધકામ કરવા સોસાયટીમાં પસાર થતી ઓએનજીસી ની પાઇપલાઇન ખોટીરીતે એનઓસી મેળવી ખોટા નક્શાનો સાચા તરીકે ઉપયોગ કરી ઓએનજીસી ના નિયમો નું પાલન કર્યા વિના તેમજ ગેરકાયદેસર બાંધકામ કરી આરોપી એ ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાતઘાત અને છેતરપીંડી નો ગુનો કર્યી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

હાલમાં રિપોર્ટ પોલીસે કડી અદાલતમાં 3જુલાઈ ના રોજ રજૂ કર્યો હતો એ દરમિયાન કડી કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદી ના વકીલ એ ફરિયાદી ની ફરિયાદ તેમજ વેરીફીકેશન રજૂ કરેલા દસ્તાવેજ અને પોલીસ તપાસ ના રિપોર્ટ અંગે આરોપીઓ પોતાની આર્થિક લાભ માટે ખોટા દસ્તાવેજ ઉભા કરી ખોટા હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી ફરિયાદી અને અન્ય રહીશો સાથે વિશ્વાતઘાત છેતરપીંડી કરી હોવાનું હાલના તબક્કે પ્રથમ રીતે જણાઈ આવે છે.

જે મામલે કોર્ટ આરોપી સામે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 204 હેઠળ ફરિયાદ નોંધાવી 12 ડિસેમ્બર ના રોજ આરોપી ને કડી કોર્ટમાં હાજર રહેવા સમન્સ કાઢવા અને સમાન્સની સાથે ફરિયાદની નકલ સામેલ કરવા કોર્ટે આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...