તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા તાલુકાના ટુંડાલી ગામની સીમમાં પરવાનગી વિના ધમધમતી રાજકેમ ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી ગેસની અસરથી ત્રણ મજૂરોનાં મોત પછી ઊંઘમાંથી જાગેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તપાસ કાર્યવાહીના અંતે કંપનીને એન્વાયરમેન્ટ ડેમેજ કંટ્રોલ એક્ટ હેઠળ રૂ. 25 લાખનો દંડ ફટકાર્યો છે.
મહેસાણા પ્રાદેશિક કચેરીના અધિકારી જે.ડી. પ્રિયદર્શનીએ કહ્યું કે, કંપનીએ બેંક ગેરંટી લીધી ન હોઇ જરૂરી પગલાં લેવાયાં છે. એન્વાયર્નમેન્ટ ડેમેજ કંટ્રોલનો ભંગ થતાં દંડકીય કાર્યવાહી કરાઇ છે. આ રકમ નહીં ભરપાઇ થાય ત્યાં સુધી કંપની ચાલુ કરી શકે નહીં. આ ઉપરાંત, પાવર કટની નોટિસ બાદ મંગળવારે કંપનીમાં વીજ પાવર કાપી નખાયો છે. ઉલ્લેખનીય છે કે, 7 દિવસ પહેલાં ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકોનાં ઝેરી ગેસથી મોત થતાં 2 માલિકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો હતો.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.