તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટ્રાચાર ?:ગોઝારિયા-વિસનગર નવીન હાઇવે વસઇ નજીક ધોવાયો

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરથી અંબાજીને જોડતો ગોઝારિયા-વિસનગર વચ્ચે તાજેતરમાં નવીન હાઇવેની કામગીરી ચાલી રહી છે. હજુ તો હાઇવેનું કામકાજ પુરૂ નથી થયું ત્યાં તો છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદના કારણે આ હાઇવે પર આવતાં વિજાપુર તાલુકાના વસઇ ગામની આસપાસ રોડનું ધોવાણ થયું છે. રોડની બંને બાજુની કિનારો ધોવાઇ જતાં અકરસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. તેમજ રોડની વચ્ચે ગાબડાં પડી જતાં તેનું પુરાણ કરાયું છે. નબળી હાઇવેની કામગીરીમાં ભ્રષ્ટ્રાચાર આદર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...