તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વતનની મૂલાકાત:યુ.પી.ના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલે પોતાના વતન વિજાપુરના ખરોડ ગામની મૂલાકાત લીધી

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આનંદીબેન પટેલે ખરોડ ગામમાં આવેલા રામજી મંદિરની કામગીરી અંગે જાણકારી મેળવી

મહેસાણા જિલ્લાના વિજાપુરના ખરોડ ગામે ઉત્તરપ્રદેશના રાજપાલ તેમજ ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના વતન ખરોડ ગામમાં આવેલા રામજી મંદિરની મુલાકાત લીધી હતી.

આનંદીબેન પટેલે મંદિરની મૂલાકાત લઇને મંદિરની કામગીરી કેટલે સુધી પહોંચી તેની માહિતી ટ્રસ્ટીઓ પાસેથી મેળવી હતી. અગાઉ તાલુકામાં કોરોનાના રૌદ્ર સ્વરૂપને કારણે આનંદીબેન પટેલે રામજી મંદિરની મુલાકાત માટે આવી શક્યા નહોતા. જોકે. કોરોના મહામારી હળવી થતાં જ આનંદીબેન પટેલે મંદિરની મૂલાકાત લીધી હતી.

આનંદીબેન પટેલે રામજી મંદિરની થઈ રહેલી કામગીરી નિહાળી હતી જેમાં તેમની સાથે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ અને રામજી મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ તેમજ ભરતભાઈ, મંદિરના સેવક અશ્વિનભાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ નીતિનભાઈ અને ગામના સરપંચ મહેશજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આનંદીબેન પટેલે ગ્રામજનો તેમજ ટ્રસ્ટીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો અને મંદિરની કામગીરી ઝડપી બનાવવા માટે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...