તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ આજથી શાળામાં 8 કલાક ફરજ બજાવવી પડશે

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 991 સરકારી પ્રાથમિક શાળાઓના 5600 શિક્ષકોને આદેશ
  • સોમથી શુક્ર સવારે 10થી 6, શનિવારે સવારે 7 થી 12 ફરજ બજાવવી પડશે

શાળાઓમાં આનુસંગિક કામગીરી સહિત શિક્ષક દીઠ અઠવાડિયાના 45 કલાકની કામગીરી અનિવાર્ય હોઇ સરકારના આદેશ મુજબ મહેસાણા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સમયમાં ફેરફાર સાથે વધારો કરતો આદેશ પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરાયો છે. જેમાં અત્યાર સુધી શિક્ષકો 11 થી 5 ફરજ બજાવતા હતા, જે હવે સવારે 10 થી સાંજે 6 સુધી ફરજ બજાવવાની રહેશે. જ્યારે બાળકો માટે સવારે 10:30થી સાંજે 5 સુધીનો સમય રહેશે.

આ પરિપત્રના પગલે અગાઉ 6 કલાક ફરજ હતી, જે હવે સવારે એક કલાક અને સાંજે એક કલાક મળી બે કલાક વધ્યા છે. જ્યારે બાળકોના સમયમાં અડધા કલાકનો વધારો થયો છે. જિલ્લામાં સરકારી 991 પ્રાથમિક શાળાઓમાં 5600 જેટલા શિક્ષકો ફરજ બજાવે છે.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને બાળકો માટે બપોરની પાળીમાં અત્યાર સુધી સવારે 10.50 સુધી શાળાએ આવવાનો સમય રહેતો અને 11 વાગે પ્રાર્થના સાથે શિક્ષણકાર્ય શરૂ થતું હતું. હવે આ સમય પત્રકમાં ફેરફાર કરાયો છે. હવે સૂચિત સમય પ્રમાણે શાળામાં ફરજ બજાવવાની રહેશે.

પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, શિક્ષકની અઠવાડિયામાં 5 દિવસ 8 કલાક અને શનિવારે 5 કલાકની શાળામાં હાજરી ફરજિયાત બને છે. શાળાઓનો સમય ઓગસ્ટ મહિના સુધી સવારનો હતો, જે હવે સરકાર દ્વારા ધોરણ 6 થી 8ની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું છે. જેમાં એક પાળીની શાળાઓનો સમય બપોરનો છે, જ્યારે બે પાળીની શાળાઓના સમયમાં પણ ફેરફાર સૂચિત કરાયો છે.

એક પાળીની શાળામાં સમય

સવાર પાળીશિક્ષકોબાળકો
સોમથી શુક્ર7 થી 37.15 થી 12.15
શનિવાર7 થી 127.30 થી 11.30
બપોર પાળીશિક્ષકોબાળકો
સોમથી શુક્ર10 થી 612.30 થી 5.30
શનિવાર12 થી 512 થી 4
અન્ય સમાચારો પણ છે...