તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંસારકથા:સરકારી કર્મચારી પતિના આડાસંબંધને લઇ વાત છુટાછેડા સુધી પહોંચી, 181ની સમજાવટથી લગ્નજીવન તૂટતાં બચ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાસરિયાંએ મારઝૂડ કરી ઘર બહાર કાઢી મૂકતાં પરિણીતાએ 181 અભયમની મદદ માગી
  • પતિએ બાળકના ભવિષ્યને લઈ હવે ભૂલ નહીં કરવા બાંહેધરી આપતાં દંપતી ફરી એક થયું

મહેસાણા જિલ્લાના એક સરકારી કર્મચારીના 10 વર્ષના લગ્ન જીવનને તૂટતાં મહેસાણા 181 અભયમ ટીમે બચાવી લીધું છે. સાથી મહિલા કર્મચારી સાથે આડાસંબંધોને લઇ 8 વર્ષના દીકરાની માતાને પતિએ મારઝૂડ કરી ઘરની બહાર કાઢી મૂકતાં અભયમની મદદ લીધી હતી. કાઉન્સિલરની 3 કલાકની સમજાવટના અંતે પતિએ બાળકના ભવિષ્યને લઈ કોઈ ભૂલ નહીં કરવા બાંહેધરી આપતાં દંપતીનું લગ્ન જીવન ફરી પાટે ચડ્યું હતું. મહેસાણા 181 અભયમની ટીમ પાસે એક પરિણીતાએ કોલ કરી તેણીના પતિ તેમજ સાસરિયાં દ્વારા હેરાન કરવામાં આવતાં હોઇ મદદ માંગી હતી.

જેને પગલે કાઉન્સિલર રસીલાબેન ટીમ સાથે પરિણીતાના ઘેર પહોંચી ગયાં હતાં. તેમની વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેમના પતિ સરકારી કર્મચારી છે. તેમના 10 વર્ષ અગાઉ લગ્ન થયાં હતાં. દંપતીને સંતાનમાં 8 વર્ષનો દીકરો પણ છે. તેમના પતિને છેલ્લાં એક વર્ષથી સાથી મહિલા કર્મચારી સાથે અફેર થતાં વાત વાતમાં મ્હેણાં ટોણા મારી અપશબ્દો બોલતા હતા. ઉપરાંત, પિયર પક્ષના લોકોને પણ હેરાન કરવાનું શરૂ કરતાં પરિણીતા માટે સાસરિયાંમાં રહેવું મુશ્કેલ બન્યું હતું. બે-અઢી મહિના સુધી પતિને સુધારવાની કોશિશ કરી હતી, પરંતુ પતિ એકના બે નહીં થતાં છેવટે પતિ-પત્ની છૂટાછેડા કરવા ઉપર આવી ગયા હતા.

રસીલાબેને સતત 3 કલાક સુધી કાઉન્સેલિંગ કરી લીગલ એડવાઈઝ આપી પરિણીતાના પતિને છૂટાછેડા બાબતે મનાવી લીધા હતા. પોતાના દીકરાના ભવિષ્યને લઈ સાથી મહિલા કર્મચારી સાથે અફેર તોડી પરિણીતાના પતિએ સાથી મહિલા કર્મચારીનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. આમ, 181 અભયમ ટીમની સમજાવટના કારણે સરકારી કર્મચારીનું 10 વર્ષનું લગ્ન જીવન તૂટતાં બચી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...