કબુતરબાજીનો મામલો:વિદેશ લઇ જવાનું કહી કોલકાતાના ભૂતિયા બંગલામાં ગોંધી રાખનાર ગેંગનો એક એજન્ટ 10 દિવસના રિમાન્ડ પર

મહેસાણા6 મહિનો પહેલા
  • મિતેષ પટેલે સમગ્ર મામલે વસાઈ પોલીસ મથકમાં ચાર સામે ફરિયાદ નોંધાવી હતી
  • મહેસાણા પોલીસે રમેશ પટેલ નામના એજન્ટને ગત રાત્રે ઝડપ્યો હતો

વસાઈ ગામના પટેલ પરિવારને કેનેડા મોકલવાની લાલચમાં કોલકાતામાં 3 મહિના ગોંધી રાખી એજન્ટોએ બંદૂકની અણીએ 1 કરોડ 57 લાખ પડાવી લીધા હતા. બાદમાં સમગ્ર મામલે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે તમામ લોકોને છોડાવ્યા હતા. મહેસાણાના મિતેષ પટેલે સમગ્ર મામલે વસાઈ પોલીસ મથકમાં ચાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે મહેસાણા એસઓજી ટીમે વિદેશ મોકલનાર અને પૈસા પડાવનાર ગેંગના રમેશ સોમાંભાઈ પટેલ નામના એજન્ટને ઝડપીને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ગામના મિતેશ રણછોડભાઈ પટેલ તેમની પત્ની અને બે બાળકોને પાસપોર્ટ વગર કેનેડા જવુ હોવાથી વસઈના અમૃતભાઈ કાંતિલાલ પટેલે વસઈ ગામના અને અમદાવાદ રહેતા રમેશ સોમાભાઈ પટેલ સાથે પરિચય કરાવ્યો હતો.

રમેશ પટેલે અમદાવાદના સુશીલ સાથે મિતેશ પટેલનો પરિચય કરાવતાં પાસપોર્ટ કઢાવી કેનેડા વિઝા અપાવી દેવાના રૂપિયા 1.11 કરોડ ખર્ચ થવાની અને કેનેડા પહોંચ્યા બાદ પૈસા આપવાની વાત કરી હતી. ત્યારબાદ 12 નવેમ્બરના રોજ મુંબઇ અને બાદમાં કોલકાતા લઈ જઈ મિતેશ પટેલના પરિવાર અને અન્ય પેસેન્જરોને ત્રણ મહિના સુધી ભુતિયા બંગલામાં ગોંધી રાખ્યા હતા. પિસ્તોલ બતાવી ઘરે ફોન ઉપર વાત કરાવી કોલકાતાથી દિલ્હી અને દિલ્હીથીની ફલાઈટ છે જેમાં અમે બેસી ગયા છે. તેવી વાત કર્યા બાદ જ કલાક પછી કેનેડા પહોંચી ગયા છીએ અને 14 દિવસ માટે કવોરેન્ટાઈ થયા છે. તેવી ખોટી વાત કરાવી બાદમાં 1 કરોડ 57 લાખ પડાવ્યા હતા.

સમગ્ર મામલે વસઇ પોલીસ મથકમાં કમલ સિંઘાનિયા કોલકાતા, સુશીલ રોય અમદાવાદ, અમૃત કાંતિલાલ પટેલ અને રમેશભાઈ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

સમગ્ર મામલો મહેસાણા એસઓજી પાસે આવતા ટીમે વસાઈના અને વિદેશ મોકલવાની લાલચ આપી બંદૂકની અણીએ પૈસા પડાવી લેનાર ગેંગના એક સાગરિત રમેશ સોમાભાઇને ઝડપી લીધો છે. જેની વધુ તપાસ માટે આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જેના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...