તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાતનો પ્રયાસ:ગોકળગઢના કોન્ટ્રાકટરે વ્યાજખોરોની 1.55 કરોડની ઊઘરાણીથી ત્રાસી ઝેરી દવા ગટગટાવી

મહેસાણા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્કીમમાં મુકેલા 15 મકાન ખરીદવા પેટે 14 લાખ વ્યાજ ચુકવવા છતા ઉઘરાણી કરતા હતા
 • લાંઘણજ પોલીસ મથકે પુનાસણના 4 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ

ગોકળગઢના કોન્ટ્રાકટર જયંતીભાઇ કેશવલાલ પ્રજાપતિએ વર્ષ 2017માં સુરેશભાઇ મારવાડી સાથે મકાન બાંધકામનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં જમીન સુરેશભાઇની અને બાંધકામ તેમને કરવાનુ હતુ.તેમને 82 મકાનની તે સમયે સ્કીમ બનાવી હતી જેમાં જયતીભાઇના ભાગમાં 37 અને સુરેશભાઇના ભાગમાં 45 મકાન આવ્યા હતા.

જેમાંથી સુરેશભાઇએ 15 મકાન અશોકભાઇ ચૌધરી,દશરથભાઇ ચૌધરી અને વિનોદભાઇ ચૌધરી,કિરણભાઇ ચૌધરીને વેચાણ લીધા હતા અને તેમને તે મકાનો જ્યતીભાઇને રૂ 75 લાખમા ચાર મહિનાની મુદતે વેચાણ આપેલા.જોકે, સમય મર્યાદામા ઉપરોકત મકાનોનુ વેચાણ ન થતા તેઓએ રૂ 75 લાખના 3 ટકા વ્યાજ પેટે રૂ 14 લાખ છ મહિના દરમિયાન ચુકવનાર જયતિભાઇએ તેમની શંખલપુરમાં આવેલી બે વીઘા જમીન પણ અશોકભાઇ અને દશરથભાઇના નામે દસ્તાવેજ કરી આપ્યો હતો.આમ છતાં 15 મકાનના રૂ 75 લાખના વ્યાજ સાથે કુલ રૂ 1.55 કરોડની સતત થતી ઉઘરાણીથી કંટાળી તેમને પોતાના ઘરમાં પડેલ ઉધઇ મારવાની દવા પી જઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.હાલમાં સારવાર લઇ રહેલા કોન્ટ્રાકટરે લાંઘણજ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવતા આગળની કાર્યવાહી કરી છે.

કોની સામે નોંધાઇ ફરિયાદ
અશોકભાઇ લવજીભાઇ ચૌધરી
દશરથભાઇ લવજીભાઇ ચૌધરી
વિનોદભાઇ જોઇતારામ ચૌધરી
કિરણ જોઇતારામ ચૌધરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો