તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એડીશનલ જ્યુડિશીયલ કોર્ટેનો ચુકાદો:ચેક રિટર્ન કેસમાં ગોધરાના વેપારીને 2 વર્ષની સજા

મહેસાણા14 દિવસ પહેલા
 • કૉપી લિંક

મહેસાણામાં માલગોડાઉનમાં સર્વોદય કોમ્પલેક્ષમાં પ્રભુ ઇસ્પાત પ્રા.લી. કંપની ધરાવતા વિપુલ ફુલચંદભાઇ ભાવસારે ગોધરારોડ પર આવેલ બર્ડ ટ્રેડીગ કંપનીના સંચાલક જ્યોર્જ એલન બર્ક સાથે પાંચ વર્ષ અગાઉ ધંધાકીય સંબંધો વિકસ્યા હતા.જેમાં જ્યોર્જ એલને મહેસાણાના વેપારીની પેઢીમાંથી રૂ 17.77.317ની કિંમતની મેટલ,કપચી,ગ્રીલની ખરીદી કરી હતી અને તે પેટે ચેક આપ્યો હતો.જે ચેક પેમેન્ટ સ્ટોપડ બાય ડ્રોઅરના શેરા સાથે પરત ફરતા વિપુલભાઇ ભાવસારે પોતાના વકીલ બી.બી.ચાવડા મારફતે મહેસાણા ચીફ કોર્ટમા ચેક રિટર્નની ફરિયાદ આપી હતી.

જે બીજા એડીશનલ જ્યુડીશીયલ જજ મહેશભાઈ લાખાભાઇ ચોથાણી સમક્ષ ચાલી જતાં કોર્ટે જ્યોજ એલેન બર્કને ફોજદારી અધિનિયમ કલમ 255 (2) મુજબ 138ના ગુનામાં 2 વર્ષની કેદની સજા અને ચેકની રકમથી દોઢી એટલે કે રૂ 26.65.975 બે મહિનાની મુદતમાં ફરિયાદીને ચુકવી દેવા આદેશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો