• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • "GJ 2 Social Group" In Mehsana Went To The Homes Of The Needy And Distributed More Than A Thousand Packets Of Sweets And Snacks.

દિવાળી ભેટ:મહેસાણામાં "GJ-2 સોશિયલ ગ્રૂપે" જરુરિયાત મંદોના ઘર સુધી જઇ એક હજારથી વધુ મીઠાઇ-નમકીનના પેકેટ વિતરણ કર્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી દિવાળીનો માહોલ શરૂ થઈ ગયો છે. ત્યારે દિવાળીના પ્રસંગે મોટાભાગના લોકો પોતાના પરિવારો માટે વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણની ખરીદી કરતા હોય છે. ત્યારે બીજી બાજુ ઘણા એવા લોકો જે તહેવારોના સમય મોંઘી મીઠાઈ કે મોંઘા ફરસાણ ખરીદી શકતા નથી. તેવા જરૂરિયાત મંદ લોકોના ઘરો સુધી મહેસાણા ખાતે આવેલા સોશિયલ GJ2 એક્ટિવિટી ગ્રુપ દ્વારા 1 હજારથી વધુ ફરસાણ અને મીઠાઈના પેકેટ પહોંચતા કરવામાં આવ્યાં છે.

મીઠાઈ-ફરસાણ વિતરણ કરાયું
મહેસાણામાં GJ2 સોશિયલ એક્ટિવિટી ગ્રુપના દાતાઓ અને ગ્રુપના મેમ્બર્સના સહયોગથી મહેસાણા શહેરમાં સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ફૂટ વિતરણ અને દર્દીઓના સંબંધીઓ દિવાળી નિમિત્તે મીઠાઈ ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું

જરુરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવવાની કોશિશ કરાઈ
જેમાં મહેસાણા શહેરમાં આવેલા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં સજા ભોગવી રહેલા બાળકોને પણ દિવાળી નિમિત્તે મીઠાઈ નમકીન વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી બાજુ મહેસાણા શહેરના અલગ-અલગ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને 1 હજાર જેટલા પેકેટ મીઠાઈના અને ફરસાણના પહોંચતા કરવામાં આવ્યા હતા અને દિવાળીના તહેવારે નિમિત્તે જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવવાની એક કોશિશ કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...