તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:કોંગ્રેસના 11 પૂર્વ નગરસેવકોને ટિકિટ નહીં આપવા ઘનશ્યામ સોલંકીનું લેખિત વાયરલ

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ બાજુ... ઉમેદવાર પસંદગી પહેલાં જ કોંગ્રેસમાં હિસાબ સરભર કરવા ધમાસાણ
 • પોતાની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારાનું પત્તુ કાપવા મેદાને

કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી પહેલાં જ ધમાસાણના એંધાણ વર્તાઇ રહ્યા છે. મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ પ્રદેશ આગેવાનોને લેખિત કરી પોતાની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની સાથે ભાજપના ખોળામાં બેસી ગયેલા 11 પૂર્વ નગરસેવકોને વર્તમાન ચૂંટણીમાં મેન્ડેટ નહીં આપવાનું કહી સીધી લડતનો મોરચો માંડતા રાજકીય ગરમાવો સર્જાયો છે. ઘનશ્યામ સોલંકીએ કરેલું લેખિત સોશિયલ મીડિયામાં ફરતું થતાં દિવસભર સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

આ અંગે ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે, જે પોતાની ટિકિટ નક્કી હોવાનું કહેતા ફરે છે તેવા કોંગ્રેસના પૂર્વ નગરસેવકો અને સિનિયરો સામે મારો વિરોધ છે. દલિતને પ્રમુખપદેથી ઉતારવામાં તેમનો મહત્વનો ફાળો છે અને જો તેમને ટિકિટ ફાળવાય તો કોંગ્રેસ તરફી મતદારો નિરાશ થાય. કોંગ્રેસને સત્તા ટકાવવી હોય તો આમને ટિકિટ ન અપાય.

તાલુકા-જિલ્લાના ટિકિટ ઇચ્છુકોની આજે બેઠક
પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓની હાજરીમાં મહેસાણા બાયપાસ ઉપર શનિદેવ મંદિર પાસે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનારાઓ માટે ખાસ બેઠક બોલાવાઇ છે. કહેવાય છે કે, અહીં એજન્ડા સમાધાનકારી વલણનો છે. ઉમેદવાર જાહેર થયા બાદ આંતરિક અસંતોષ ન થાય તે માટે દાવેદારો વચ્ચે સમાધાન ફોર્મ્યુલાનો તખ્તો ઘડાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો