તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ઉછીના લીધેલા 10 હજાર પરત આપવાનું કહી ગઠિયો રૂ.97 હજાર પડાવી ગયો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊંઝાના કામલી ગામના યુવાન સાથે ઓનલાઇન ટ્રાન્ઝેકશનના નામે ઠગાઇ

કામલીના વ્યક્તિને અજાણ્યા શખ્સે ફોન કરી ઉછીના લીધેલા રૂ.10 હજાર પરત આપવા જણાવી ઓનલાઇન ટ્રાન્ઝેકશનની સુવિધા ન હોઇ આ વ્યક્તિએ પુત્રને ફોન આપ્યો હતો. ગઠિયાએ યુવાનને વિશ્વાસમાં લઇ બેંક ખાતામાંથી રૂ.97 હજાર ઉસેટી લીધા હતા.

કામલીના નાગજી શંકરજી રાજપૂતને તા.12 મે એ અજાણી શખ્સે ફોન કરી પોતાનું નામ રાજુભાઇ જણાવી ઉછીના લીધેલા રૂ.10,500 પરત આપવાનું કહેતાં તેમણે બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જોકે, આ શખ્સે બેંકમાં ટ્રાન્સફર નહીં કરી શકે તેમ કહી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી ટ્રાન્સફર કરી આપવાનું કહ્યું હતું. આથી નાગજીજીએ તેમના પુત્ર અર્જૂનસિંહનો ફોન આપ્યો હતો. પહેલા આ શખ્સે અર્જૂનસિંહને ક્યુઆર કોડ મોકલી તેના ખાતામાંથી રૂ.5 કાપી લીધા હતા અને વળતર પેટે રૂ.10 પરત કર્યા હતા.

અજાણ્યા શખ્સે ફરી ક્યુઆર કોડ મોકલતાં તેને સ્કેન કરતાં માત્ર 26 મિનિટમાં અર્જૂનસિંહના ખાતામાંથી કુલ રૂ.97,004 ઉપડી ગયા હતા. બેંકમાં તપાસ કરતાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ થતાં ઊંઝા પોલીસ મથકે ૯૮૮૩૨૩ ૯૪૨૭૨ અને ૯૬૭૧૪ ૮૦૯૪૫ નંબરથી ફોન કરનારા સામે ઠગાઇ મામલે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...