ટેન્કર ખસેડાયું:ઉંઝા મહેસાણા હાઇવે પર પલટી ગયેલા ગેસના ટેન્કરને ખસેડાયું, બંને તરફનો હાઇવે ખુલ્લો મૂકાયો

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઇકાલે ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી

મહેસાણા પાલનપુર હાઇવે પર મકતુંપુર પાસે ગઇકાલે રાત્રી દરમિયાન એક ગેસ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટેન્કરમાં રહેલો ગેસ એકાએક લીકેજ થતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ગઈકાલે બનેલી આ ઘટના બાદ રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. આજે ટેન્કરને ખસેડીને રોડ ફરી શરૂ કરવામાં આવ્યો છે.

મહેસાણા પાલનપુર હાઇવે પર ગઇકાલે રાત્રે પાલનપુર તરફ જઈ રહેલું એલપીજી ગેસ ભરેલું ટેન્કર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા પલટી મારી ગયું હતું. જેમાં વાલવડ ડેમેજ થતા ટેન્કરમાં રહેલો ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જેના કારણે રાત્રે 3 કલાકે તંત્રએ તાત્કાલિક હાઇવે બંધ કરાવી વાહનોને ડાયવર્ટ કર્યાં હતાં.

આ ઉપરાંત હાઇવે પર લાગેલી 36 કેવીની વીજ લાઈન પણ બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં જિલ્લા વહીવટી તંત્રએ પોલીસ તંત્રના સનકલન અને પ્રયત્નોથી આજે ટેન્કરને ત્યાંથી ખસેડ્યું છે અને બાદમાં બંને તરફનો હાઇવે પણ ખુલ્લો કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...