ટેન્કર ખાડામાં ખાબક્યું:ઉંઝા મહેસાણા હાઇવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી ગયુ, ગેસ લીકેજ થતાં ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી

મહેસાણા6 દિવસ પહેલા
  • ઉંઝાના મકતુંપુર ગામ પાસે ટેન્કરે પલટી મારી
  • ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થતા અફરા તફરી મચી

મહેસાણા પાલનપુર હાઇવે પર એક ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જવાની ઘટના સામે આવી છે. રાત્રી દરમિયાન હાઇવે પર એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું ત્યારે ટેન્કરને અકસ્માત નડતા રોડની સાઈડમાં ટેન્કર ખબક્યું હતું. જેના કારણે ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થતા અફરા તફરી મચી હતી.

મહેસાણા પાલનપુર હાઇવે પર આવેલા મકતુંપુરના પાટિયા પાસે રાત્રી દરમિયાન પાલનપુરથી અમદાવાદ જતું ટેન્કર એકાએક પલટી મારી જતા તેમાં ભરેલો ઝેરી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થતા તંત્ર દ્વારા હાલમાં ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.

અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો પણ ચિંતતી બન્યા હતા. હાલમાં ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે, તેમજ આસપાસના રહીશોને દૂર રહેવાની પણ તંત્રએ સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...