જોખમી વેપાર:મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલી મૈકેન ફ્રુડ કંપનીથી નિકળતા ગેસની દુર્ગંધથી સ્થાનિકોના આરોગ્યને નુકસાન

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડને ધારાસભ્યે રજૂઆત કરી

મહેસાણા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલા મૈકેન ફ્રુડ કંપની દ્વારા બટાકાની વેફરમાંથી નીકળતા ગેસને કારણે આંબલીયાસણ, ભાસરીયા, બાલિયાસણ મંડાલી, ટૂંડાલી સહીત ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાતા ગેસના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રેહતા લોકોનાં આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.

ગેસથી લોકોના આરોગ્યને ગંભીર અસર થઇ

સ્થાનિકોએ તંત્ર સમક્ષ રજૂઆતો કરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં કરાતા લોકો રોષે ભરાયા છે. આ બાબતની રજુઆત ભરતજી ઠાકોર ધારાસભ્ય બેહચરાજીને કરવામાં આવતા તેઓએ ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડને મૈકેન ફ્રુડ કંપની દ્વારા બટાકાના વેફરનો નીકળી રહેલા ગેસથી લોકોના આરોગ્યને અસર કરી રહ્યો છે. જેનો તાત્કાલીક નિકાલ લાવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ગાંધી માર્ગે આંદોલન કરતા અચકાઈશું નહીં

વિસ્તારના નાગરીકોએ જણાવ્યું હતુ કે કંપનીમાંથી નીકળતા આરોગ્યને હાનિકારક ગેસ સબંધી તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. હાલ હવામાં પ્રદુષણ ફેલાતા ગેસ વાયુના કારણે પશુ પક્ષીઓ ઉપર પણ ઘણી અસર વર્તાઈ છે. ગેસના કારણે લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. જો તંત્ર મૈકેન કંપનીથી ફેલાઈ રહેલા ગેસનો નિકાલ નહીં લાવે તો અહીના લોકોના આરોગ્ય બાબત જે કંઈ થશે તો જવાબદાર તંત્રની રહેશે. અને ઉકેલ લાવવામાં નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરતા અચકાઈશું નહીં તેવી ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...