ગેસ લાઈનમાં આગ:કડીમાં સાંઈબાબાના મંદિરના નીચે એકાએક રાત્રીના સમયે ગેસની પાઇપ લાઇન લીકેજ થતા આગ ભભૂકી

મહેસાણા19 દિવસ પહેલા
ગેસ લાઈન લીકેજ થતા આગ ભભૂકી
  • ફાયર ફાઇટરે ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો

મહેસાણા જિલ્લાના કડીમાં મોડી રાત્રે હાઇવે ચાર રસ્તા પાસે આવેલા સાંઈબાબાના મંદિર નીચે પસાર થતી સાબરમતી ગેસની પાઇપલાઇન એકાએક લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળા બહાર નીકળતા આસપાસના રહીશો અને ત્યાંથી પસાર થતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી.

આગ ન ઘટના બની હોવાની જાણ થતાં સ્થાનિક લોકોએ કડી નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર ફાઇટરની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. બાદમાં સાબરમતી ગેસ કંપનીના માણસોને સમગ્ર મામલે જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આગની ઘટનાને પગલે પાલિકાના કોર્પોરેટર અને સ્થાનિક લોકોને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...