તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના ટળી:મહેસાણા સરદાર ડેરીમાં ગેસ લીકેજ, નજીકની આરટીઓ કચેરીમાં દોડધામ

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેસથી આંખ અને નાકમાં બળતરા થતાં લોકોમાં ગભરાટ
  • ડેરીમાં સમય સૂચકતા વાપરી કોક બંધ કરી દેવાતાં દુર્ઘટના ટળી

મહેસાણા આરટીઓ કચેરી પાછળ આવેલી સરદાર ડેરીમાં સોમવારે બપોરે 12 વાગે એમોનિયા પ્લાન્ટમાં રિપેરિંગ દરમિયાન ગેસ લીકજ થયો હતો. આ ગેસ હવામાં ભળતાં આરટીઓ કચેરી સુધી પ્રસર્યો હતો અને આંખ, નાકમાં બળતરા થવા લાગતાં હાજર 40 થી 50 લોકોએ હાઇવે તરફ દોટ મૂકી હતી. જોકે, ડેરીમાં સમય સૂચકતાથી કોક બંધ કરી દેવાતાં દુર્ઘટના ટળી હતી. આ બાજુ 20 મિનિટમાં ગેસની દુર્ગંધ બંધ થઇ જતાં કચેરીમાં પણ રાબેતા મુજબ કામકાજ ચાલુ થયું હતું.

સરદાર ડેરીમાં એમોનિયા રેફ્રીજરેશન પ્લાન્ટનું બપોરે રિપેરિંગ કામ ચાલતું હતું. આ સમયે આરટીઓ સંકુલમાં ડ્રાઇવિંગ લાયસન્સના ટ્રાયલ માટે ખુલ્લી જગ્યામાં 40 થી 50 લોકો ઉભા હતા અને અચાનક આંખ અને નાકમાં બળતરા થવા લાગતાં ગભરાઇ ગયા હતા અને ભાગદોડ કરી મૂકી હતી. બધા આરટીઓ બહાર નીકળી ગયા હતા.

સરદાર ડેરીના ડિરેક્ટર મુકેશભાઇ પટેલે કહ્યું કે, લાઇન ચેન્જમાં એક કોયલમાંથી ગેસ કાઢીને રિપેરિંગ કરતા હતા, ત્યારે લાઇનમાં કટર અડી જતાં લીકેજ થયું હતું. જોકે, તરત કોક બંધ કરી પ્લાન્ટ પણ બંધ કરી દેવાયો હતો. પરંતુ લાઇનમાં રહેલો લિક્વિડ ગેસ હવામાં ભળતાં પવનની દિશા આરટીઓ તરફ હોઇ તે દિશામાં દુર્ગંધ થોડીવાર માટે ફેલાઇ હતી. લાઇનમાં અંદાજે 25 કિલો ગેસ હશે. જોકે, કંઇ નુકસાન કે તકલીફ થઇ નથી અને 15 મિનિટમાં બધુ બરોબર થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...