કામગીરી:મહેસાણાની ડમ્પિંગ સાઇડમાંથી કચરા નિકાલનું કામ શરૂ, 3 માસમાં 25,000 ટન નિકાલ

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2.29 લાખ ટન કચરો; 1 કરોડના ખર્ચે એજન્સીરાહે પ્રતિ ટન નિયત દરે પ્રોસેસિંગ સાથે કામગીરી ચાલી રહી છે

મહેસાણા શહેરમાં રોજેરોજ ઉલેચાતાં ઘન કચરાનો શોભાસણ રોડ 8 એકરમાં પથરાયેલ ડમ્પિંગ સાઇડ નિકાલ કરવામાં ઢગ ખડકાયા છે અને વર્ષ 2006થી અત્યારસુધીના 16 વર્ષમાં આ ડમ્પિંગ સાઇડમાં 2.29 લાખ ટન કચરો ડમ્પ પડ્યો છે. વર્ષો પછી આ કચરાના નિકાલ માટેની કામગીરી આરંભાઇ છે. જેમાં એક કરોડના ખર્ચ નગરપાલિકા દ્વારા ચાર મહિના પહેલા નિમાયેલ એજન્સીરાહે પ્રતિ ટન નિયત દરે કચરાના પ્રોસેસિગ સાથે નિકાલ માટેની સ્થળ પર કામગીરી ચાલી રહી છે. એક કરોડમાંથી અંદાજે 25000 ટન કચરાનો ડમ્પિંગ સાઇડથી નિકાલ થશે.

જ્યારે બાકી રહેતાં 2.04 લાખ ટન ઘન કચરાના નિકાલ માટે હજુ 11 કરોડના પ્રોજેક્ટ અમલવારીની રાહ જોવી પડશે. સંભવત તમામ ઘન કચરાનો નિકાલ થતાં બે વર્ષ લાગશે તેવું સૂત્રોથી જાણવા મળ્યું હતું.શોભાસણ રોડ ડમ્પિંગ સાઇડમાં વર્ષોથી ઠલવાતા ઘનકચરાના ઢગલા જેસીબીથી ઉલેચીને સેગ્રિગેશન કરવામાં આવી રહ્યું છે. જ્યાં મશીનથી પ્લાસ્ટિક, માટી, રોડા એમ ત્રણ ભાગમાં( લેગેસિવ વેસ્ટ) ઘન કચરાને અલગ કરીને બાયોમાઇનિંગ પધ્ધતિથી કચરા નિકાલની કામગીરી શરૂ કરાઇ છે.

નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, અંકલેશ્વરની એજન્સીને કામગીરી સોપેલ ત્રણેક મહિના થયા છે. નગરપાલિકા દ્વારા પ્રતિટન રૂ. 400 ઘન કચરા નિકાલ પાછળ ખર્ચનો એસ્ટિમેટ હતો. એજન્સી પ્રતિટન રૂ. 234ના ભાવે કામ કરવા તૈયાર થતાં ઘનકચરા નિકાલનું કામ સોપાયેલું છે અને કામગીરી ચાલી રહી છે. એજન્સીને નવ મહિનાની સમય અવધિ અપાઇ છે. જોકે આગામી ત્રણેક મહિનામાં 25 હજાર ટન ઘનકચરાનો નિકાલ થઇ જશે. તે દિશામાં કામગીરી ચાલી રહી છે. બાકી ઘનકચરાનો નિકાલ થતાં હજુ બે વર્ષ લાગશે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

સાઇડ પર રોડ કામ શરૂ, આરક્ષણ દીવાલ બનશે
ચાર સર્કલમાં પાકો રોડ બનાવવાની કામગીરી શરૂ કરાયેલી હોઇ એક ભાગમાં મેટલીગ સાથે રોડ તૈયાર કામ પૂર્ણતાએ છે. પ્લાસ્ટિક, વેસ્ટ ઉડીને આસપાસ ખેતી સીમમાં ન જાય તેમજ ડમ્પિંગ સાઇડ સચવાયેલી રહે તે માટે આરક્ષણ દીવાલ બનશે.

બાકી ઘનકચરા નિકાલ માટે 11 કરોડનો ડીપીઆર
રૂ. 11 કરોડમાં સ્વચ્છ ભારત મિશન અર્બન 2 હેઠળ બાયો માઇનિંગ મેથર્ડથી નિકાલ કરવાનું આયોજન હાથ ધરાયું છે. જોકે આ પહેલા નગરપાલિકાએ 15માં નાણા પંચમાં રૂ. એક કરોડના ખર્ચે ડમ્પિંગ સાઇડમાં ભરાયેલ ઘનકચરા પૈકી 25 હજાર ટન કચરાનો બાયો માઇનિંગ મેથર્ડથી નિકાલ માટે ટેન્ડર કરીને એજન્સીને કામ સોપાયેલ છે. ત્યારપછી બાકી રહેતાં આશરે 2.04 લાખ ટન કચરાનો સ્વચ્છ ભારત મિશન અર્બન પ્રોજેક્ટમાં નિકાલ કરવાનું આયોજન કરાશે. આ અંગે બે મહિના પહેલા પાલિકાએ ડીપીઆર તૈયાર કરીને સરકારમાં સબમીટ કરાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...