હાઇવે બન્યો હાડપિંજર:મહેસાણા બાયપાસ પર ઠેરઠેર ગાબડા, પુલ પર સળિયા નીકળી આવતા વાહન ચાલકો પરેશાન

મહેસાણા13 દિવસ પહેલા
  • બાયપાસ પર અવરલા બે પુલ પર લોખંડના સળિયા દેખાવા લાગ્યા
  • રાત્રી દરમિયાન પસાર થતા વાહનોમાં અકસ્માતની ભીતિ

મહેસાણા શહેરને અડીને આવેલ બાયપાસ હાઇવે થોડા વર્ષ અગાઉ જ બનાવવામાં આવ્યો છે, ત્યારે માત્ર ગણતરીના વર્ષોમાં આ સંપૂર્ણ બાયપાસ હાઇવે ખખડધજ બની ગયો છે. દર ચોમાસા દરમિયાન બાયપાસ પર મસ મોટા ગાબડા પડી જતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

લોખંડના સળિયા નીકળી આવ્યા
મહેસાણા શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે અને ભારે વાહનોને પસાર થવા માટે સરકારે બાયપાસનું નિર્માણ કર્યું હતું. ત્યારે આ બાયપાસ બન્યાના ગણતરીના વર્ષોમાં જ આ બાયપાસ હાડપિંજર સમાન બની ગયો છે. ત્યારે બાયપાસ પર આવેલા બે પુલ પર ખાડા પડી ગયા છે, જેની અંદર લોખંડના સળિયા પણ બહાર આવા લાગ્યા છે.

કસ્માત થવાની ભીતિ
મહેસાણા બાયપાસ પર મોટા ભાગના ભારે વાહનો પસાર થાય છે ત્યારે આ માર્ગ બિસમાર બનતા અહીંયા લોડીગ ગાડીઓને ખાડામાં પટકાવવાના કારણે ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે આ ગાબડા તંત્ર વહેલી તકે પુરી યોગ્ય ઉકેલ લાવે લેવી માગ પણ વાહન ચાલકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...