ચોરી:ગણપત વિદ્યાનગરના પોસ્ટ માસ્તરની ગાડીનો કાચ તોડી રોકડ, ડોક્યુમેન્ટની ચોરી

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રીન મેડોસ પાર્ટીપ્લોટની બહાર કાર પાર્ક કરી લગ્નમાં ગયા હતા
  • રૂ.5 હજાર રોકડ, એટીએમ, પાસબુક સહિત રાખેલી બેગની ઉઠાંતરી

ગણપત વિદ્યાનગર ખાતેની પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરની મહેસાણા- અમદાવાદ હાઈવે પરના પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી અજાણ્યો શખ્સ રૂ.5 હજાર રોકડ અને એટીએમ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ ચોરી ગયો હતો. નાગલપુરની મંગલેશ્વર સોસાયટીમાં રહેતા જયંતીભાઈ ઘેમરભાઈ ચૌધરી ગણપત વિદ્યાનગર સ્થિત પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવે છે.

ગુરુવારે સાંજે જયંતીભાઈ પરિવાર સાથે મહેસાણા- અમદાવાદ હાઈવે પર ગ્રીન મેડોસ પાર્ટી પ્લોટ આગળ કાર પાર્ક કરી મિત્રની દીકરીના લગ્નમાં ગયા હતા. પરત આવ્યા ત્યારે કારની પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો અને અંદર પડેલ રૂ.5000 રોકડા, પોસ્ટ ઓફિસની ચાવી, એટીએમ, 25 પાસબુક, રસીદબુક સહિતના અગત્યના ડોક્યુમેન્ટ ભરેલી બેગ ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જિલ્લામાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ સક્રિય
તાજેતરમાં ઊંઝાના દાસજ રોડ પર હીરામણી પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલ સુરતના પરિવારની બે ગાડીના કાચ તોડી અજાણ્યા શખ્સો દાગીના અને ત્રણ કેમેરા ચોરી ગયા હતા. ત્યાર બાદ કારના કાચ તોડી મહેસાણા- અમદાવાદ હાઈવે પરના પાર્ટી પ્લોટ બહાર પણ આવી જ ચોરી થઈ છે. જેને લઇ જિલ્લામાં કારના કાચ તોડી સામાન અને રોકડ ચોરતી ગેંગ સક્રિય થઈ છે.

અન્ય સમાચારો પણ છે...