તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગના શખ્સે મહેસાણા-પાટણની 13 ચોરી કબૂલી

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા એલસીબીની તપાસમાં કલોલની યુવતી સહિત 3 શખ્સોનાં નામ ખુલ્યાં
 • સાંગણપુરથી ઝડપાયેલા શખ્સે મહેસાણાની 9, પાટણ-અમદાવાદની 2-2 ચોરી કબૂલી

મહેસાણા એલસીબી પીઆઇ બી.અેચ. રાઠોડ અને પીએસઆઇ એસ.ડી. રાતડા સહિતની ટીમે બાતમી આધારે કડીના સાંગણપુર ગામમાંથી ખેરાલુના મેહુલ ભીખાભાઇ ભરથરીની શંકાના અાધારે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મેહુલે તેના 3 સાથીઓ સાથે મળી મહેસાણા જિલ્લાની 9, પાટણ અને અમદાવાદ જિલ્લાની 2-2 મળી 13 જેટલી ચોરી કરી હોવાનું કબલ્યું હતું.

મેહુલ ભરથરી તેની ટોળકીના મુકેશ ગોરધનભાઇ સોલંકી (દેવીપૂજક), જ્યંતિ ગોરધનભાઇ સોલંકી (દેવીપૂજક) અને અનિતા દિલીપભાઇ પ્રજાપતિ (ત્રણેય રહે. વખારીયા બિલ્ડીંગની સામે, કલોલ) સાથે મળી રિક્ષામાં મુસાફરો બેસાડી તેમની પાસેની રોકડ અને દાગીના સહિતની ચોરી કરતા હતા.

આ13 ગુનાનો ભેદ ઉકેલાયો

 • નંદાસણમાં વૃધ્ધાના સોનાના દોરાની ચોરી.
 • કડી નાળા પાસે મહિલાના સોનાના દોરાની ચોરી.
 • કડી-વિઠલાપુર રોડ પર કાકાના ખિસ્સામાંથી રૂ.7 હજારની ચોરી.
 • બહુચરાજી મંદિર પાસે 50 વર્ષના આધેડના રૂ.20 હજાર કાઢી લીધા.
 • વિજાપુરથી કુકરવાડા આવતી વૃધ્ધાની સોનાની કંઠીની ચોરી.
 • મહેસાણા રાધનપુર ચોકડીથી રામપુરાની મહિલાની ચેઇનની ચોરી.
 • નંદાસણથી ભાસરિયા જતાં યુવાનનું રૂ.3 હજારનું પાકીટ ચોર્યું.
 • વિસનગરથી વડનગર જતાં યુવાનના રૂ.20 હજારની ચોરી.
 • ભાસરિયાથી આંબલિયાસણ જતી મહિલાનો સોનાનો દોરો ચોર્યો.
 • પાટણ ગંજબજારમાં કાકાને બેસાડી રૂ.34 હજાર રોકડની ચોરી.
 • રાધનપુર ગંજબજાર પાસે કાકાના રૂ.25 હજાર ચોર્યા.
 • સાણંદ ચોકડીની એક કાકાના ખિસ્સામાંથી રૂ.13 હજારની ચોરી.
 • અમદાવાદના ગોતા હાઇવેથી ગીતામંદિર જતાં દંપતીના થેલામાંથી બે સોનાની બંગડીની ચોરી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો