ફરી પાછા જેલમાં:ગેંગરેપના ગુનાનો આરોપી જામીન પર બહાર આવી ફરાર થઇ ગયો, મહેસાણા પેરોલ ફ્લોની ટીમે ઝડપી લીધો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં ખેરાલુ પોલીસ મથકમાં ગેંગરેપના ગુનાનો આરોપી અમદાવાદથી વચગાળાના જમીન મેળવી ઘરે આવ્યો હતો. જે આરોપી પેરોલ પત્યા બાદ જેલમાં પરત ફરવાને બદલે ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે મહેસાણા પેરોલ ફ્લોની ટીમેં બાતમી આધારે આરોપીને ઝડપી લીધો હતો.

અમદાવાદ મધ્યસ્થ જેલના સજા ભોગવતો આરોપી વિરુદ્ધ ગેંગરેપ અન્ય બે ગુનામાં ખેરાલુ પોલીસ મથકમાં પોસ્કો અંતર્ગત ગુનો દાખલ હતો. જેમા આરોપીને મહેસાણા સેસન્સ કોર્ટ 20 વર્ષની સજાનો હુકમ કર્યા બાદ અમદાવાદ મધ્યસ્થ જેલમાં સભા ભોગવવા મોકલી અપાયો હતો. જે આરોપી 12 દિવસની પેરોલ જમીન મેળવી ઘરે આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો. મહેસાણા પેરોલ ફ્લો ટીમને બાતમી મળી હતી કે, આરોપી વઘવાડી ખાતે હજાર હોવાની જાણ થતાં પોલીસે તેણે ઝડપી લીધો હતો અને બાદમાં ફરીવાર અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...