IELTS કૌભાંડનો મામલો:અમિત ચૌધરીની ગેંગ IELTS પાસ કરાવવા માટે 7 થી 12 લાખ રૂપિયા લઇ ગેરકાયદે વિદેશમાં મોકલી આપતી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા SPએ પ્રેસ યોજી સમગ્ર માહિતી આપી

મહેસાણા જિલ્લામાં IELTS કૌભાંડ કેસમાં આખરે 44 સામે નામજોગ ફરિયાદ નોંધાઇ.આ કેસમાં મહેસાણા એસઓજી ટીમે 3 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે ત્યારે હાલમાં મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી પોલીસ પકડ થી બહાર છે.મહેસાણા જિલ્લા પોલીસ વડાએ આજે પ્રેસ યોજી સમગ્ર IELTS કૌભાંડ કેસમાં મામલે પરદો ઉકચી મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું જેમાં એસપી ના જણાવ્યા પ્રમાણે આરોપી ની ટોળકી અંગ્રેજી ન આવડતું હોય એવા વિદ્યાર્થીઓ પાસેથી 7 થી 12 લાખ રૂપિયામાં ગેરકાયદે IELTS પરીક્ષા પાસ કરાવતા હતા.

પોલીસે બેક ટ્રેક કરી તપાસ કરી
સમગ્ર કૌભાંડમાં પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે પોલીસ પાસે માત્ર અમેરિકા ગયેલા વિદ્યાર્થીઓના નામ સરનામા જ હતા. ત્યારે મહેસાણા એસઓજી પોલીસે સમગ્ર કેસમાં બેક ટ્રેક તપાસ કરી વિદ્યાર્થીઓના પેપર ક્યાં લેવાયા હતા, કયા સેન્ટર પર લેવાયા હતા? બધા સાથે પૂછપરછ કરી,નિવેદન લેવામાં આવ્યા ત્યારબાદ હકીકત પ્રકાશમાં આવી તેમજ અમુક વિદ્યાર્થીઓની કોપીની તપાસ કરવામાં આવી તેમજ અમેરિકા ગયેલા વિદ્યાર્થીઓએ કોપી લખી છે કે નહીં એની તપાસ કરવામાં આવી.ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

મહેસાણા SPનું નિવેદન
મહેસાણા જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું કે મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી નું નામ સામે આવ્યું છે. અમિત ચૌધરી હાલમાં પોલીસ પકડથી ફરાર છે. ત્યારે આ કેસમાં હજુ પણ અન્ય લોકોના નામ સામે આવી શકે છે. હાલમાં 3 આરોપી ઝડપયા છે જેમાં (1)મેનોન ગોકુલ, , (2) ફર્નાન્ડિઝ સાવત (3) સંદીપ પટેલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...