લોકોમાં આનંદ:મહેસાણાથી ગાંધીનગર-સરખેજ વાયા નારદીપુર, લાંઘણજ ST બસ શરૂ કરાઈ

આંબલિયાસણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસ શરૂ કરાતાં ગામના લોકોમાં આનંદ છવાયો

મહેસાણા ડેપો દ્વારા અગાઉ દોડતી મહેસાણા, નારદીપુર, ગાંધીનગર અને નવીન મહેસાણા, લાંઘણજ, સરખેજ બસ ચાલુ કરવામાં આવતા ગામડાંના મુસાફરોને સુવિધા મળતા મુસાફરોમાં આનંદ છવાયો હતો. મહેસાણાથી પાટનગરને જોડતા ગામડાં સાથે જોડાયેલ બસો કોરોના કાળમાં બંધ કરાઇ હતી.

હવે જ્યારે અનેક રૂટ પર બસ સેવાઓ શરૂ કરાઇ છે ત્યારે મહેસાણા ડેપો દ્વારા અગાઉ લોકલ બસ મહેસાણા - નારદીપૂર - ગાંધીનગર જે ખેરવા, લાંઘણજ, નારદીપૂર થઈને ગાંધીનગર જતી હતી જે ગામડાના લોકો માટે રોજીંદી અવર જવર માટે આશીર્વાદ રૂપ હતી અને બસો બંધ થઈ જતાં અનેક ગામડામાના લોકોને તકલીફ પડતી હતી.

જેના લીધે મહેસાણા તાલુકા પ્રમુખ અને એસ.ટી. સલાહકાર સમિતિના સભ્ય ચંદ્રકાન્ત.એચ.પટેલ દ્વારા મહેસાણા, નારદીપૂર, ગાંધીનગર અને સરખેજના મુસાફરો માટે મહેસાણા, લાંઘણજ સરખેજ નવીન બસ ચાલુ કરવા માટે ડેપો મેનેજરને રજૂઆત કરાતાં મહેસાણા ડેપો દ્વારા સવારે 7 વાગે મહેસાણા, નારદીપૂર, ગાંધીનગર, સાંજે 6.30 વાગે મહેસાણા, નારદીપૂર ગાંધીનગર અને સરખેજ માટે નવીન બસ સવારે 7 વાગે થી મહેસાણા, લાંઘણજ, સરખેજ વાયા કલોલ બસ શરૂ કરાઇ છે. તેમ ડેપો મેનેજર સોનલ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...