મુલાકાત:પ્રાચિન સ્થળોને વિશ્વસ્તરે પ્રસ્થાપિત કરવા ગાંધીનગરની કોન્ફરન્સ અતિ મહત્ત્વની પુરવાર થશે; મંત્રી મીનાક્ષી લેખી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રીએ વડનગર અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી

કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાત લીધી હતી. તેઓએ કીર્તિ તોરણ, પ્રેરણા સ્કુલ, આંતરરાષ્ટ્રીય કક્ષાના નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટ,ઉત્ખનન સાઇટ, રેલવે સ્ટેશનની પ્રધાનમંત્રીના બાળપણની યાદ એવી ચાની કીટલી સહિતનાં વિવિધ સ્થળોની મુલાકાત લઇને ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષોનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે ઉત્ખનનની વિવિધ સાઇટ પર પગપાળાં જઇ માહિતી મેળવી હતી.

મંત્રી મીનાક્ષી લેખીએ ઐતિહાસિક સ્થળોને વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કરવા માટે ગાંધીનગર ખાતે યોજાઇ રહેલી કોન્ફરન્સ અત્યંત મહત્ત્વની પુરવાર થશે વિશ્વ વિખ્યાત મોઢેરાનાં સૂર્યમંદિરની મુલાકાત લઇ,બારીકાઇપુર્વક વિવિધ શિલ્પોનું નિરીક્ષણ કરી, મોઢેરાના ગાઇડ ગિરીશ ગોસ્વામી પાસેથી ઇતિહાસ અને સંસ્કૃતિની રસપૂર્વક જાણકારી મેળવી હતી.

દિલ્હીમાં કેન્દ્રની ફ્લેગશીપ યોજનાઓના અમલીકરણના ગુજરાતના નોડલ અધિકારી તરીકે કાર્યરત નિલમ રાની,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના વડોદરા સર્કલના સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર્કિયોલોજી સુબ્રમણ્યમ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર એસ.ડી.ગિલવા,વડનગર મામલતદાર આર.ડી.અઘારા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...