તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ:ગાંધીનગર CID ક્રાઇમે મહેસાણામાંથી 26 લાખથી વધુનો દારૂ ઝડપયો, સ્થાનિક પોલીસને ગંધ પણ ના આવી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા સોમનાથ હોટેલ પાસે ટ્રક સહિત કુલ 38 લાખથી વધુનો મુદ્દામાલ ઝપ્ત કર્યો
  • રાજસ્થાનથી દારૂ ભરી પોરબંદર જઇ રહી જતી ટ્રક

ગાંધીનગર CID ક્રાઇમની સી આઈ સેલને મહેસાણામાંથી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની હોવાની બાતમી મળી હતી. જેથી CID ક્રાઇમ શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા 500થી વધુ પેટીઓ દારૂની ભરેલી ટ્રકમાંથી મળી આવી હતી. મળતી માહિતી પ્રમાણે ટ્રક રાજસ્થાનમાંથી દારૂ ભરીને પોરબંદર જવા રવાના થઈ હતી. આ ટ્રક મહેસાણા થઈ પસાર થવાની હોવાની બાતમી ગાંધીનગર CID ક્રાઇમ ટીમને મળી હતી ટીમે તપાસ કરી ટ્રકમાંથી 26 લાખથી વધુનો દારૂ ઝડપી લીધો હતો.

ગાંધીનગર CID ક્રાઇમ સેલની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનથી ભવરલાલ ઉર્ફે સુનિલ દરજી રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો અલગ અલગ ગાડીઓ દ્વારા ભરીને ગુજરાતમાં સપ્લાય કરે છે. તેમજ તે ઇસમે મોકલેલી આઈશરમાં ઇંગ્લિસ દારૂ ભરી જે ટ્રક રાજસ્થાનથી મહેસાણા પર થઈને પોરબંદર જવાની છે. આવી બાતમી મળતા ગાંધીનગર CID ક્રાઇમની ટીમ ટ્રકને ઝડપવા મહેસાણા શિવાલ સર્કલ પાસે વોચમાં હતા. એ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને આવતી જોઈ પોલીસે પોલીસે તેમની ટીમના માણસોને જાણ કરતા ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રક ચાલકને નીચે ઉતારી પોલીસે ટ્રકમાં તપાસ કરી હતી જ્યાં ટ્રક ચાલકે પોલીસને જણાવ્યું હતું કે ટ્રકમાં સ્પોર્ટ્સ ગુડ્સનો સામાન છે, પરંતુ પોલીસને ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે દારૂ ભરેલી ટ્રક મહેસાણા તાલુકા પોલીસ મથકે લઇ જવામાં આવી હતી.

ટ્રકૃમાં તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની દારુની કુલ 551 બોક્સ મળી આવ્યા હતા. જેની કિંમત 26 લાખથી વધું જોઈ પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે કુલ 3 આરોપીઓ નામ આવતા બાદ ગુજરાતમાં દારૂ મોકલનાર લોકો અને અન્ય ટોળકી સહિત અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે, ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે 26 લાખથી વધુનો દારૂ સાથે કુલ 38 લાખથી વધુનો મુદ્દામાલ પકડી લીધો હતો ગાંધીનગર સીઆઇડી ટીમે 26 લાખથી વધુનો દારૂ મહેસાણા આવીને ઝડપી લેતા સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.

બાય પાસ પર બે ચેક પોઇન્ટ હોવા છતાં ટ્રક મહેસાણા સીટી પસાર કરી ગઇમહેસાણા સહેરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ અમદાવાદ મહેસાણાને જોડતા આ માર્ગ પર મહેસાણા ફતેપુરા અને શિવાલા સર્કલ પર પોલીસ ગોઠવવામાં આવી છે. જેમાં પોલીસ ગાડીઓનું ચેકીંગ કરવાની કામગીરી કરતી હોય છે અને નિષ્ઠપૂર્વક ચેકીંગ પણ કરતી હોય છે. તેમ છતાં ફતેપુરા સર્કલ થઈને દારૂ ભરેલી ટ્રક ઠેક શિવાલ સર્કલ સુધી પહોંચી તેમજ છતાં સ્થાનિક પોલીસને ગંધ પણ આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...