મહેસાણા શહેરમાં નગરપાલિકા હસ્તકના 2 શોપિંગ સેન્ટરો અને પીવાના પાણીની 5 માંથી 3 ઓવરહેડ ટાંકીઓ ભયજનક હોવાનો ખુલાસો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સરવેના રિપોર્ટમાં કરાયો છે. એટલું જ નહીં, મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર અને રાજમહેલ રોડ શોપિંગ સેન્ટર યોગ્ય પગલાં ન લેવાય ત્યાં સુધી ઉપયોગ બંધ કરી દેવા તેમજ પાણીની 3 ટાંકીઓ ઉપયોગલાયક ન હોઇ તોડી પાડવાનો અભિપ્રાય સ્ટ્રક્ટર ઇજનેરે આપ્યો છે. આ રિપોર્ટ નગરપાલિકામાં સબમિટ કરી દેવાયો છે. ત્યારે હવે પાલિકાના સત્તાધીશો દ્વારા પરામર્શ કરી નિર્ણય કરાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
શહેરમાં ગોપીનાળાથી એસટી ડેપો તરફ જતાં મુખ્ય માર્ગ પર આવેલા ગાંધી શોપિંગ સેન્ટરની રોડસાઇડની ત્રણ દુકાનોનો છજાનો ભાગ તાજેતરમાં તૂટી પડ્યા બાદ ઊંઘમાંથી જાગેલી નગરપાલિકાએ તાબડતોબ પાલિકા હસ્તકના જર્જરિત શોપિંગ સેન્ટરો તેમજ પાણીની ઓવરહેડ ટાંકીઓની સ્ટેબિલિટી ચકાસણી કરાવવા સ્ટ્રક્ચર ઇજનેર ગૌરવ વ્યાસને કામગીરી સોંપી હતી. જેમણે તાજેતરમાં આ સ્ટેબિલિટી રિપોર્ટ પાલિકામાં સબમિટ કરી દીધો છે.
નોંધનીય છે કે, આ પહેલાં રાજમહેલ રોડ શોપિંગ સેન્ટરની રોડ સાઇડની કેટલીક દુકાનનાં સ્લેબનો કેટલોક ભાગ તૂટી પડ્યા પછી પાલિકાએ મરામત કરાવી હતી. બાદમાં ગાંધી શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનનાં છજાનો ભાગ તૂટી પડતાં જોખમી ભાગ પાલિકાએ જ દૂર કર્યો હતો. દરમિયાન વેપારીઓએ પણ સત્વરે પાછળના ભાગે નવું શોપિંગ બનાવવા માંગ કરી હતી. તેમજ ભાડુ ભરતા હોવા છતાં પાલિકા દ્વારા મરામત કે શૌચાલયની સફાઇ કરાતી ન હોવાની રજૂઆત પણ કરી હતી. જોકે, ત્યાર પછી સ્ટ્રક્ચર ઇજનેર મારફતે પાલિકાએ સ્થળ નિરીક્ષણ કરાવી રિપોર્ટ કરાવ્યો છે.
ગાંધી શોપિંગ સેન્ટર (ગોપીનાળા સામે) રિપોર્ટનાં તારણો : (દુકાનો કુલ 225)
હજુ નગરપાલિકાના 4 માર્કેટની સ્ટેબિલિટી ચકાસણી બાકી, જે હવે કરવામાં આવશે....
નગરપાલિકા હસ્તકના સમર્પણ ચોક, ટીબી રોડ, બિલાડી બાગ અને પિલાજીગંજ ખાતેના માર્કેટની સ્ટેબિલિટી ચકાસણી કરવાની હજુ બાકી છે. જે આગામી દિવસોમાં કરાશે.
રાજમહેલ રોડ શોપિંગ (રેલવે સ્ટેશન રોડ) રિપોર્ટનાં તારણો : (કુલ દુકાનો કુલ 92)
5 ઓવરહેડ ટાંકીના રિપોર્ટનાં તારણો...
1. સોમનાથ ઋતુરાજ (હાલ વપરાશ ચાલુ)
50 ટકા મજબૂત, સળિયા બહાર દેખાય છે, તોડી પાડવી જોઇએ.
2. મંગળાપાર્ક (હાલ વપરાશ બંધ)
50 ટકા મજબૂત, સળિયા દેખાય છે,તોડી પાડવી જોઇએ.
3. ચવેલીનગર (હાલ વપરાશ ચાલુ)
રિપેરિગ માંગે છે
4. લકીપાર્ક (હાલ વપરાશ ચાલુ)
જર્જરિત અને ઉપયોગલાયક ન હોઇ તોડી પાડવી જોઇએ.
5. સહકારનગર (હાલ બંધ છે)
રિપેરિંગ કરી શકાય છે.
(નોંધ : આ તમામ ટાંકીઓ નાગલપુર ગ્રામ પંચાયત વખતે બનેલી વર્ષો જૂની હોઇ પાલિકામાં તે ક્યારે બની તેનો ડેટા નથી)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.