શકુનિઓ ઝડપાયા:વિજાપુરના સંગમમોલની દુકાનમાંથી જુગારધામ પકડાયું, 1.26 લાખની મત્તા સાથે 10 જુગારી ઝબ્બે

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજાપુર પોલીસ સવારમાં ત્રાટકી, પિલવાઇના 6, વિજાપુરના 4 પકડાયા
  • ~ 34 હજાર રોકડ,~ 27 હજારના 7 મોબાઇલ અને 3 ​​​​​​​બાઇક જપ્ત કરાયાં

વિજાપુર પોલીસે સંગમમોલની દુકાનમાંથી જુગારધામ પર રેડ કરી 10 જુગારી પકડ્યા હતા. વિજાપુર શહેરમાં બુદ્ધીસાગર મંદિર પાસે આવેલા સંગમ મોલમાં મન્સુરી મસ્જિદ પાસે રહેતા પરવેઝહુસેન તૌકીરઅલી સૈયદની દુકાન એસએફ-211માં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી.

જેના આધારે પ્રો. પીઆઇ આર.એસ. પરમાર સહિતની ટીમે શનિવારે સવારે 7.50 કલાકે રેડ કરી 10 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.34,160ની રોકડ રકમ, રૂ.27 હજારની કિંમતના 7 મોબાઇલ, રૂ.20 હજારનું એક્ટિવા (GJ 01 PZ 7663), રૂ.30 હજારનું બાઇક (GJ 31 C 4790) અને રૂ.15 હજારનું એક્ટિવા (GJ 09 AN 0772) મળી કુલ રૂ.1,26,160નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિજાપુર પોલીસે ઝડપેલા 10 સામે ગુનો નોંધ્યો છે.

આ 10 શખ્સો જુગાર રમતાં ઝડપાયા
1 - પ્રકાશ જગતસિંહ વિહોલ (રહે.પિલવાઇ, તા.વિજાપુર)
2 - સોએબ નાસીરહુસૈન શેખ (રહે.ડિ.બેંક પાછળ છાપરામાં, વિજાપુર)
3 - વિક્રમ પ્રહલાદજી ઠાકોર (રહે.પિલવાઇ, તા.વિજાપુર)
4 - નવનીત અર્જુનભાઇ રાવળ (રહે.પટેલપુરા પિલવાઇ)
5 - બ્રિજેશ દિનેશભાઇ ડાભી (રહે.પિલવાઇ, તા.વિજાપુર)
6 - આદીલ યુનુસઅલી સૈયદ (રહે.સ્વપ્નભૂમી સોસાયટી, આનંદપુરા, તા.વિજાપુર)
7 - મોઇન મહેબુબભાઇ શેખ (રહે.મુમનવાડો, વિજાપુર)
8 - કુરા નાથાભાઇ દેવીપૂજક (રહે.પિલવાઇ, તા.વિજાપુર)
9 - સબ્બીર બરકતઅલી સૈયદ (રહે.સોનીવાડો, વિજાપુર)
10 - ભરત ઇશ્વરસિંહ વિહોલ (રહે.પિલવાઇ, તા.વિજાપુર)

અન્ય સમાચારો પણ છે...