રેડ:કડીના વડાવીમાં જુગારધામ પર એલસીબી ત્રાટકી જુગારીઓએ ઘરના પહેલા માળેથી પડતાં મૂક્યા

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે કોર્ડન કરી 4 જુગારીને ઝડપી લીધા, 3 નાસી છૂટ્યા
  • રૂ.83 હજારની રોકડ, 4 મોબાઇલ સહિત રૂ.99,500ની મત્તા જપ્ત

મહેસાણા એલસીબીને બાતમી મળી હતી કે અમદાવાદ સોલાનો કમલેશ બચુભાઈ મફાભાઈ દંતાણી વડાવી ગામના રાજુજી ફતાજી ઠાકોર સાથે મળી મુકેશજી ભરતજી ઠાકોરના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યા છે. જેને આધારે એલસીબી પીએસઆઇ એ.કે. વાઘેલા અને ટીમે મુકેશ ઠાકોરના મકાનમાં ઉપરના માળે રેડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી હતી. જેમાં 3 જુગારી મકાન ઉપરથી કૂદકા મારી નાસી છૂટ્યા હતા, જ્યારે 4 જુગારી ઝડપાઈ ગયા હતા. પોલીસે રૂ.83 હજારની રોકડ, રૂ.16 હજારના 4 મોબાઇલ સહિત રૂ. 99,500નો મુદ્દામાલ કબજે લીધો હતો.

ઝડપાયેલા ચાર જુગારી
1. દંતાણી કમલેશ બચુભાઈ (રહે. સોલા, ઇન્દિરા વસાહત, અમદાવાદ)
2. ઠાકોર રમણજી સત્રાજી તખાજી (રહે. વક્તાજીનું પરૂ, વાસજડા, તા.કલોલ)
3. ઠાકોર વિજયજી સોમાજી (રહે. વડાવી, પરામાં, તા. કડી)
4. જયસન જોસફ જેકલ પેરુમાડન (રહે. અટલ એપાર્ટમેન્ટ, નિકોલ, અમદાવાદ)

નાસી છૂટેલા ત્રણ જુગારી
1. રાજુજી ફતાજી ઠાકોર (વડાવી)
2. મુકેશજી ફતાજી ઠાકોર (વડાવી)
3. ઠાકોર બુધાજી (રહે.સઈજ, તા.કલોલ)

અન્ય સમાચારો પણ છે...