નિર્ણય:રૂ.2500માં આખો અને રૂ.1500માં અડધો દિવસ ક્રિકેટમેચ રમી શકાશે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાએ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના હંગામી દર નક્કી કર્યા
  • ડિસ્ટ્રિક્ટ બાર એસો.ની ટૂર્નામેન્ટ માટે અરજી આવતાં નિર્ણય કરાયો

મહેસાણા નગરપાલિકા સંચાલિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થયા પછી હવે ક્રિકેટ મેચ માટે આખા અને અડધા દિવસ માટે હંગામી દર નક્કી કરાયા છે. જે મુજબ આખા દિવસ માટે રૂ.2500 અને અડધા દિવસ માટે રૂ.1500 ચૂકવવા પડશે. અડધા દિવસમાં 20-20 મેચ અને આખા દિવસમાં 50 ઓવરની વન ડે મેચ રમી શકાય તે રીતે હાલ હંગામી દર નક્કી કરાયા હોવાનું નગરપાલિકાની બાંધકામ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.નગરપાલિકાના સૂત્રો મુજબ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસીએશન દ્વારા શનિવાર અને રવિવાર રજાના દિવસોમાં બે મહિના ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે અરજી આવી છે.

નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ટૂર્નામેન્ટનું આયોજન કરવા ક્રિકેટ ગ્રાઉન્ડની માંગણી કરતી અરજીને પગલે હાલ હંગામી દર નક્કી કરાયા છે. જેમાં એક દિવસના સવારે 8 થી સાંજે 6 સુધીમાં ક્રિકેટ ગ્રાઉન્ડના રૂ.2500 તેમજ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી અથવા બપોરે 1 થી સાંજે 6 વાગ્યા સુધી અડધા દિવસ માટે રૂ. 1500નો દર રખાયો છે. આ હંગામી દર મુજબ હાલમાં ક્રિકેટ મેચની પરવાનગી અપાશે.

અન્ય સમાચારો પણ છે...