તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આજથી હોટલ-રેસ્ટોરન્ટ,જીમ અને બગીચા સાંજે 7 સુધી ખુલ્લા રહેશે

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
અરવિંદ બાગમાં વધુ પ્રમાણમાં ઘાસ ઉગી નીકળતા કટીંગ કરાયું હતુ. - Divya Bhaskar
અરવિંદ બાગમાં વધુ પ્રમાણમાં ઘાસ ઉગી નીકળતા કટીંગ કરાયું હતુ.
  • મહેસાણા,કડી અને વિસનગરમાં રાત્રે 9 થી સવારે 6 સુધી કફર્યૂ
  • શહેરમાં બે મહિના બાદ જાહેર બગીચા ખોલવાની છૂટ મળતા નગરપાલિકાના માળી કામદારો દ્વારા વિવિધ બગીચામાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે

કોરોના હળવો થતાં હવે વ્યવસાય, રોજગારની ગતિવધિઓમાં છૂટછાટ વધારવામાં આવી છે.જેમાં મહેસાણા શહેર સહિત જિલ્લામાં શોપિંગ કોમ્પલેક્ષો, હોટલો,રેસ્ટોરન્ટો,જીમ સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતામાં ખુલ્લા રહેશે.બાગ બગીચા સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.26 જુન સુધીના સમયગાળા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

મહેસાણામાં શુક્રવારથી બાગ બગીચા ખોલવાની છૂટછાટ મળતાં ગુરુવારે નગરપાલિકાના માળી કામદારો દ્વારા બિલાડી બાગ, અરવિંદ બાગ, સરદાર બાગ, ટી.બી.રોડ બાગ,પરશુરામ પાર્ક, એરોડ્રામ રોડ સરદાર બાગ, નાગલપુર વૃંદાવન બાગમાં સાફ સફાઇ અને લોન કંટીગ કરવામાં આવ્યુ હતું.

બીજી તરફ શહેરમાં કોરોનામાં લાંબા સમય સુધી જીમ,હોટલ-રેસ્ટોરન્ટને ગ્રાહકો વગર આર્થિક ફટકો પડી રહયો હોઇ હવે બેઠક ક્ષમતાના 50 ટકા ગ્રાહકો સાથે ખુલ્લા રાખવાની છુટછાટ મળતા વ્યવસાયમાં હાશકારો રહેશે.ધાર્મિક અને સાંસ્કૃતિ કાર્યક્રમોમાં મહત્તમ 50 વ્યક્તિઓની છૂટછાટ અપાઇ છે.જોકે તમામ કામકાજ દરમ્યાન કોરોના એસ.ઓ.પીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ દરમ્યાન જિલ્લામાં ત્રણ શહેર મહેસાણા, કડી અને વિસનગરમાં રાત્રે 9 થી સવારે 6 સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...