મહેસાણા શહેરમાં 4 વોર્ડ બાદ મંગળવારથી વોર્ડ નં. 2માં હીરાનગર ચોક તેમજ વોર્ડ નં.3માં તાવડિયા રોડ રામાપીર મંદિર પાસે નગરપાલિકા એજન્સીરાહે સસ્તાદરે મિનરલ વોટર પ્લાન્ટની વ્યવસ્થા શરૂ કરી રહી છે. ધારાસભ્ય મુકેશભાઇ પટેલ, સાંસદ જુગલજી લોખંડવાલા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના હસ્તે સદસ્યોની ઉપસ્થિતિમાં મીનરલ વોટર પ્લાન્ટનું સવારે 11 વાગે લોકાર્પણ કરાશે. જેમાં વિસ્તારના લોકોને રૂ.2માં 10 લિટર મીનરલ પાણી અને રૂ. 5માં ઠંડું મીનરલ પાણી મળી રહેશે.
દૈનિક 5 હજાર લિટર ક્ષમતાની ટાંકીએ જોડાણ આપી પાણી સપ્લાયની વ્યવસ્થા કરાઇ છે. શહેરમાં અત્યાર સુધી વોર્ડ 5માં દ્વારાકાપુરી ફ્લેટ પાસે, વોર્ડ 6માં મહાશક્તિ ગ્રાઉન્ડ સહકાર સોસાયટી પાસે, વોર્ડ 8માં નાગલપુર વાળીનાથ ચોક તેમજ વોર્ડ 9માં પ્રશાંત સિનેમા આગળ મીનરલ વોટર પ્લાન્ટ કાર્યરત કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.