ફફડાટ:આંબલિયાસણ સ્ટેશનના રહેણાંક મકાનમાંથી રૂ. 30 હજારની ચોરી

આંબલીયાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસમાં ચોરીના બે બનાવોથી ફફડાટ
  • દરવાજો તોડી તિજોરીમાં રહેલી માલમત્તા ચોરાઈ

આંબલિયાસણ સ્ટેશન પર આવેલ સોસાયટીના એક રહેણાંક મકાનમાં ચોરી થતાં લોકોમાં ભય ફેલાયો છે.આંબલિયાસણ સ્ટેશન પર આવેલ અર્જુનનગર સોસાયટીના ભાડાના મકાનમાં રહેતા અમરીશભાઈ ગોસાઈ કામ અર્થે બહાર ગયા હતા અને તેમની પત્ની પૂજાબેન શુક્રવારે રાત્રે મકાનનો આગળનો દરવાજો બંધ કરી સુઈ ગયાં હતા ત્યારે કોઈ અજાણ્યા અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલ સોનાની બુટ્ટી, નાના બાળકની પગની સેરો, ચાંદીના સિક્કા તેમજ રોકડ રકમ 5000 મળી અંદાજિત 25000 થી 30000ની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. સવારે ઉઠી જોતાં રસોડાનો દરવાજો તૂટેલો હોઈ તપાસ કરતાં ચોરી થયાનું જણાયું હતું. આ વિસ્તારમાં 15 દિવસમાં બીજી ચોરી થતાં વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...