અકસ્માતનો ભય:મહેસાણામાં ગોલ્ડન બંગ્લોઝથી માનવ આશ્રમ સુધી ધૂળના થર જામ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેલા રોડ પર મેટલ પાથરી રોડનું કામ અધૂરું છોડી દેતાં વેપારી-રહીશો હેરાન

મહેસાણામાં ગાંધીનગર લીંક રોડ પર પાટીદાર પ્લાઝાથી દેલા વસાહત તરફ સધી માતા મંદિર હેડવર્કસ તરફ રોડની એકબાજુ નગરપાલિકાએ મેટલિંગ કરી કામગીરી અધૂરી છોડી દેતાં વાહન ચાલકોને ઉબડ ખાબડ રોડના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાટીદાર પ્લાઝા હાઇવેથી સધી માતા મંદિર તરફ દેલા વસાહત તરફના રોડની એકબાજુ નગરપાલિકાએ નવો રોડ બનાવવા ખોદકામ કરી મેટલ નાંખી છે. આ મેટલ હવે ધૂળમાં ઢંકાવા લાગી છે પણ હજુ રોડનું કામ શરૂ કરાયું નથી. જેના કારણે વાહનોની આવન જાવન વખતે પસાર થવામાં અકસ્માતનો ભય રહે રહ્યો છે.

વિસ્તારના જાગૃત યુવાન રાકેશભાઇ પ્રજાપતિએ કહ્યું કે, છેલ્લા 6 મહિનાથી વધુ સમય થયો છતાં હજુ નગરપાલિકા દ્વારા મેટલકામ સિવાય કંઇ કરાયું નથી. જેના કારણે વાહનો નીકળે ત્યારે ધૂળ ઉડીને આસપાસની દુકાનો અને ઘરોમાં ભરાઇ જાય છે. ગાંધીનગર લીંક રોડથી માનવ આશ્રમ તરફ આવતા રસ્તામાં સફાઇના અભાવે અડધો રોડ ઉપર ધૂળના થર જામ્યા છે. એમાંયે ગોલ્ડન બંગ્લોઝથી માનવ આશ્રમ સુધીના પટ્ટામાં ધૂળથી વાહન ચાલકોને સ્લીપ ખાઇ જવાનો ભય રહે છે.

અન્ય સમાચારો પણ છે...