તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નંદાસણ-માથાસુર રોડ ઉપરથી 37 પાડાં ભરેલ 2 ડાલાં પકડાયાં

નંદાસણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર શખ્સોની ધરપકડ, નંદાસણનો મુખ્ય સૂત્રધાર ફરાર

નંદાસણ પોલીસે નંદાસણ- માથાસુર રોડ પરથી 37 પાડાં સાથે બે પીકપ ડાલા સાથે 4 શખ્સોને પકડી પાડ્યા હતા. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નંદાસણ પોલીસે નંદાસણ- માથાસુર રોડ પર માથાસુરથી આવતું GJ 02 ZZ 5549 નંબરનું પીકપ ડાલુ શંકાસ્પદ લાગતાં ઉભુ રાખી તપાસ કરતાં ડાલામાં બે માળ બનાવી તેમાં 18 પાડા ખીચોખીચ ભરેલા હતા.

આ પાડા માથાસુર પડતર જગ્યાએથી હાલ નંદાસણ રહેતા અલ્લાઉદ્દીનખાન કાલેખાન બલોચે ભરાવ્યા હતા અને અમદાવાદ બહેરામપુર ઢોરબજાર મંડળીમાં વેપાર અર્થે લઇ જવાતા હતા. અન્ય એક ડાલા (GJ 27 TT 3858)માં પણ માથાસુરથી 19 પાડાં ભરીને આવતાં પોલીસે પકડી પાડ્યું હતું. પોલીસે રૂ.4 લાખના બે પિકઅપ ડાલા સાથે વસીમ મોહંમદ અસ્લમ મહમ્મદ ગુલાબભાઈ શેખ, મહંમદ ઈશાક ઇબ્રાહીમ ભાઇ હુસેનશાહ બાનવા, અલમાસ રાસીદભાઈ અજીતભાઈ સીયા, આમિનખાન હયાતખાન મુક્તાજખાન પઠાણને ઝડપી પાડયા હતા. જ્યારે અલ્લાઉદ્દીનખાન જે સાગર હોટલ નંદાસણ પાસે રહે છે તે ફરાર થઈ ગયો હતો. પોલીસે આ 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...