નિર્માણ:મહેસાણાના રાધે એક્ઝોટિકાથી અવસર પાર્ટી પ્લોટ સુધી રૂ. 81 લાખના ખર્ચે સીસી રોડ બનશે

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી મંજૂરી માટે પ્રાદેશિક કમિશ્નર કચેરીએ દરખાસ્ત કરાઈ

મહેસાણામાં રાધે એક્ઝોટિકા સ્કૂલથી મોઢેરા રોડ અવસર પાર્ટીપ્લોટ સુધી વરસાદી પાણી નિકાલની લાઇન નંખાયા પછી આ પોણા કિલોમીટર અંતરમાં રૂ. 81 લાખના ખર્ચે નવો સી.સી રોડ અને બંને સાઇડ બ્લોક નાંખવાનું કામ આયોજનમાં લેવાયુ છે. તાજેતરમાં પાલિકાએ એસ્ટિમેટ તૈયારી કરીને પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે દરખાસ્તની તજવીજ શરૂ કરાઇ છે.

રાધે એક્ઝોટિકાથી અવસર પાર્ટી પ્લોટ સુધી અગાઉ દર ચોમાસામાં ભરાતા વરસાદી પાણીનો હવે નવી લાઇન નંખાયા પછી નિકાલ શરૂ થતાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હળવી થઇ છે. નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, વરસાદી લાઇન નાંખવામાં ખોદકામ પછી આખોયે રસ્તો નવો બનાવવાનું મંજૂર કરાયું છે.

જેમાં 750 મીટર લાંબો અને 11.5 મીટર પહોળા રસ્તામાં આવતા દબાણો દૂર કરીને સીસી રોડ બનાવવામાં આવશે. નવા રોડની સાથે સાથે રસ્તાની બંને સાઇડમાં બ્લોક નાંખવાનું કામ આવરી લેવાશે. પ્રાદેશિક કચેરીથી મંજૂર થઇ આવ્યે ત્વરિત ટેન્ડર કરીને એજન્સી નીમી રોડ કામ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...