પ્રિ-મોનસુન:29 મેથી 1 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં પવન અને ગાજવીજ સાથે છુટાછવાયાં ઝાપટાં પડશે

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશર સાથે પ્રિ-મોનસૂન એક્ટીવીટી શરૂ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રશેર સાથે ઉત્તર ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટીવીટી શરૂ થઇ ગઇ છે. જેના ભાગરૂપે છેલ્લા 24 કલાકમાં હવામાં ભેજનું પ્રમાણ વધીને 75%એ પહોંચ્યું હતું. બુધવારે મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાતાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. જે હજુ વાવાઝોડામાં ફેરવાયું નથી. લો-પ્રેશરના કારણે છેલ્લા 48 કલાકથી ઉત્તર ગુજરાતમાં 14 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં વાતાવરણ ધૂળ ભર્યું બનવાની સાથે વાદળછાયું પણ બન્યું છે. વાતાવરણની આ સ્થિતિ હજુ 24 કલાક યથાવત રહેશે. ત્યાર બાદ તા.29 મે થી 1 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે, વાતાવરણ વાદળછાયું બનશે અને છુટા-છવાયા વરસાદી ઝાપટાં પડશે. વરસાદની આ ગતિવિધી કમોસમી વરસાદ નહીં પણ પ્રિ-મોનસુન એક્ટિવીટનો ભાગ ગણાશે.હવામાં ભેજનું પ્રમાણ વધી જતાં અસહ્ય ઉકળાટ ચરમસીમાએ પહોંચશે. આ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં ચોમાસુ શરૂ થાય ત્યાં સુધી રહેશે. જો  કે ઝાપટાની આગાહીના પગલે જગતનો તાત  ફરીથી ચિતાંમાં મુકાયો છે. 

અન્ય સમાચારો પણ છે...