તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા શહેરના કસ્બા- શોભાસણ રોડને આવરી લેતા વોર્ડ નં.10માં સૌથી મોટી સમસ્યા વારંવાર ગટર ઉભરાવાની છે. સિટી-1ના ઘણાખરા વિસ્તારોનું ભૂગર્ભ ગટરનું પાણી કસ્બા, શોભાસણ રોડ થઇ ખારી નદીમાં જતું હોઇ આ વિસ્તારમાં ગટર ઓવરફ્લો અને ચોકઅપ થઇ ઉભરાવાની વર્ષો જૂની સમસ્યાથી રહીશો હેરાન છે.
દમા ઠાકરના મહાડમાં રહેતા ઇમરાનભાઇ સેતા તેમજ સોહિલ સેતાએ કહ્યું કે, કસ્બામાં વારંવાર ગટરો ઉભરાય છે, રજૂઆત કરીએ ત્યારે કામચલાઉ હલ થાય છે. ખાસ કરીને ભમ્મરીયા નાળાથી કસ્બા, વાલ્મિકીવાસ થઇ રોહિતનગર સુધીનો રોડ 18 મીટર પહોળો કરવાનો વર્ષોથી મંજૂર થયેલો છે. 1993માં મંજૂર થયેલો રોડ પહોળો ન કરાતાં ટ્રાફિકની સમસ્યા શીરદર્દ બની છે. રોડ માપણી તંત્ર કરી ગયું પણ સિટી સર્વે અને પાલિકાએ સંયુક્ત કામમાં વર્ષોથી રોડ 18 મીટરનો ન કરતાં સાંકડા રોડના કારણ. ટ્રાફિકની સમસ્યા યથાવત છે. કસ્બાના જાવેદભાઇ દિવાને કહ્યું કે, સાંકડી ગટરોના કારણે વારંવાર ચોકઅપ થઇ ગંદું પાણી રોડ પર આવે છે. શોભાસણ રોડ સાઇડે ખારી નદીમાં કચરો ઠલવાય છે તે બંધ થયો જોઇએ. અસહ્ય દુર્ગંધના કારણે આસપાસની શાલીમાર, સનાપાર્ક, સાઇડ 1,2, ખ્વાઝા રેસીડેન્સી સહિત 10 સોસાયટીના રહિશો હેરાન છે. ખારી નદી સ્વચ્છ રહે તો રહિશોને દુર્ગંધથી મુક્તિ મળસ શકે.
કસ્બાના આંબેડકર ચોકમાં રહેતા જગદીશભાઇ પરમારે કહ્યું કે,ભૂગર્ભ ગટરલાઇન ફેલ છે. વારંવાર ઓવરફ્લો થવાથી ગંદકી સર્જાય છે. કેટલીક વખત મિશ્રિત પીવાનું પાણી આવતું હોય છે,ફરિયાદ થાય ત્યારે 3-4 દિવસે સમસ્યા હલ થાય ત્યાં સુધી ગટર ઉભરાવાની સમસ્યાથી હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યાથી કાયમી છુટકારો રહિશો ઇચ્છી રહ્યા છે.
બેઠકનો પ્રકાર
પ્રથમ બેઠક : અનુ.આદિજાતિ
બીજી બેઠક : સામાન્ય
ત્રીજી બેઠક : અનુસુચિત જાતિ
ચોથી બેઠક : સામાન્ય
વોર્ડ નં.10 માં સમાવિષ્ટ વિસ્તાર
કસ્બા, સનાપાર્ક, બાબા મસ્તાન પાર્ક, પટેલની ખડકી, નાગોરી વાસથી દમા ઠાકરનો માઢ થઇ પાટીદાર વાડી, નરસિંહ પટેલનો માઢ, જુમ્મા મસ્જિદ થઇ ખોડિયાર વાસ, નવા પરા પહેલી લાઇન, બીજી લાઇન, પટેલનગર, નર્મદા વસાહતથી ચિત્રોડીપુરા વસાહત, શોભાસણ રોડને આવરી લેતો વિસ્તાર.
2015માં તમામ ચાર બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી
વોર્ડ નં.10માં 2015ની ચૂંટણીમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારો મંજુલાબેન મહેશભાઇ ચૌહાણ, અલ્લારખી અયુબભાઇ બેલીમ, સુનિલ પ્રવિણભાઇ ભીલ અને સંજયકુમાર પ્રવિણચંદ્ર બ્રહ્મભટ્ટ (બંકો)નો વિજય થયો હતો.
કુલ 13,243 મતદારોનું જ્ઞાતિ સમીકરણ
વોર્ડ નં.10માં કુલ 13,243 મતદારો છે. જેમાં પુરૂષ 6997 અને સ્ત્રી 6464 છે. જેમાં ઠાકોર 1220, પરમાર 1009, દેવીપૂજક 925, પઠાણ 805, રાવળ 705, ચૌહાણ 658, મકવાણા 636, શેખ 540, બેલીમ 463, સોલંકી 368, મનસુરી 271, વાઘેલા 257, કુરેશી 247, રાણા 230, સેનમા 229, સેતા 226, સૈયદ 198, ગાંધી 168, નાગોરી 158, રાઠોડ 122, પ્રજાપતિ 200, રબારી 82, પટેલ 75, ફકીર 67, મલેક 66, ચાવડા 63 તેમજ અન્ય જ્ઞાતિના મતદારોનો સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.