• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Freedom For Run Program Organized By Nehru Youth Center In Mehsana On The Occasion Of 75 Years Of Independence Under Amrut Mahotsav

આયોજન:મહેસાણામાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદીના 75 વર્ષ નિમિતે અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રીડમ ફોર રન કાર્યક્રમ યોજાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલીમાં 100 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો
  • 2 કિલોમીટર સુધી ફ્રીડમ રન રેલી યોજાઈ

દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મહેસાણા જિલ્લામના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 'ફ્રીડમ ફોર રન'નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. આ રેલીમાં 100 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે, દેશભરમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લાના યુવાનોમાં દેશપ્રેમની ભાવના જાગૃત કરવા ફ્રીડમ ફોર રનનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રની આઝાદીને સમર્પિત આવા કાર્યક્રમોમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાય અને ભારતનું નામ વિશ્વમાં ગુંજતુ કરે તે દિશામાં યુવાનોએ પ્રતિબદ્ધ થવાનું છે

મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરી ટાઉનહોલ, હૈદરી ચોક, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત થઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થયેલી આશરે 02 કિલોમીટરના અંતરની ફ્રીડમ ફોર રન રેલીમાં જિલલાના વિવિધ યુવક મંડળ અને કોલેજના 100 જેટલા વિધાર્થી અને વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, મનીષાબેન શાહ તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...