તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:કડીના 6 વેપારીઓ પાસેથી ડીઝલ, કરિયાણું ખરીદી 6.52 લાખની ઠગાઇ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડીથી આદુંદરા જતા રોડ પર આવેલા રામદેવ પેટ્રોલિયમમાંથી રૂ.1 લાખનું ડીઝલ તેમજ અન્ય વેપારીઓ પાસેથી કરિયાણું, ટીવી, પેટ્રોલ મળી કુલ રૂ.6.52 લાખની છેતરપિંડી આચરનારા રાજસ્થાનના નાગોરના ગઠિયા સામે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

રામદેવ પેટ્રોલિયમના અલ્પેશ હરિભાઇ પટેલને ગીરધારીલાલ ફુલારામ જોશી તરીકે ઓળખ આપનાર શખ્સે કેન્દ્ર સરકાર તરફથી કડી-કટોસણ રેલવે લાઇનમાં કોન્ટ્રાકટ મળેલો હોઇ ટ્રેકટર અને તેની ટ્રોલીમાં રૂ.1 લાખનુ 70 કેરબા અને 3 બેરલ ભરી ડીઝલ લઇ ચેક આપી ગયો હતો. જે ચેક બેંકમાંથી બાઉન્સ થતાં અલ્પેશકુમારે ગીરધારીલાલનો સંપર્ક કરતાં મોબાઇલ બંધ આવતો હોઇ છેતરાયાનો અહેસાસ થયો હતો.

તેઓ ગીરધારીલાલની શોધમાં હતા ત્યારે ભીલડી પોલીસે ડીઝલના પૈસાની ઠગાઇ કરવા વાળી ગેંગ પકડી હોવાની જાણ થતાં ભીલડી પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવતાં ચોંકાવનારી હકિકત ખુલી હતી. જેમાં ગઠિયાએ તેની વાતોમાં વાળી બલાસરના જનક પટેલના જય જવાન પેટ્રોલિયમ પરથી રૂ.3,13,683નું 4660 લિટર ડીઝલ, સરફરાઝ હસનભાઇ ઘાંચીની આઇસર ભાડે રાખી રૂ.25 હજાર નહીં ચૂકવ્યાનું તેમજ કડીના કલ્પેશભાઇ મહેશ્વરીના અશોક કિરાણા સ્ટોર્સમાંથી રૂ.53 હજારનું કરિયાણું, ગોવિંદભાઇ ઠાકોરના જી.એન. ઇલેકટ્રોનિક્સ નામની દુકાનમાંથી રૂ.34 હજારનું ટીવી મળી કુલ રૂ.6,52,388ની ઠગાઇ આચર્યાનું ખુલ્યું હતું. જેની સામે કડી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...