તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાપ નંબરી બેટા દસ નંબરી:બનાસ ડેરીમાં નોકરીનું સેટિંગ પપા કરી આપશે એવું કહી ખેરાલુના યુવાન સહિત 19 વ્યક્તિઓ પાસે થી 46 લાખની ઠગાઈ

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાપ બેટો ભેગા મળી ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપી છેતરપીંડી આચરી
  • નોકરીની લાલચમાં 19 યુવાનો એ 46 લાખ ગુમાવ્યા

મહેસાણાના ખેરાલુ તાલુકામાંથી આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પાલનપુર ની બનાસ ડેરી માં નોકરીનું સેટિંગ કરવા મામલે બાપ બેટા ભેગા મળીને વડનગર તાલુકાના 19 જેટલા યુવાનો પાસેથી નોકરીની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના એક યુવાન સહિત કુલ 19 યુવાનોને પાલનપુર ખાતે આવેલ બનાસ ડેરીમાં નોકરી આપવાની લાલચ બતાવી 46 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે.

ખેરાલુ ના 20 વર્ષીય યુવાનને પાલનપુર ખાતે આવેલ બનાસ ડેરીમાં નોકરી માટે જગ્યાઓ ભરવાની છે, તું પૈસાનું સેટિંગ કરી આપ આમ કહી મિત્રએ ફરિયાદી યુવાનને વિશ્વાસમાં લીધો હતો. બાદમાં બનાસકાંઠા જિલ્લા સંઘલી પાલનપુર ખાતે નોકરી કરતા ચૌધરી ભાવિક કુમાર સાથે સિદ્ધપુર ચોકડી બોલાવ્યો હતો.

જોકે ભાવિક ચૌધરીએ પોતે બનાસ ડેરીમાં નોકરી કરે છે અને પોતાના પિતા ડેરીમાં ઊંચી પોસ્ટ ધરાવે છે અને તેઓ નોકરીનું સેટીંગ કરી આપશે આમ કહી ફરિયાદીને નોકરીની લાલચ આપી રૂ 2,20,000 નોકરી સેટિંગ કરી આપવા માંગ્યા હતા. જેથી ફરિયાદીએ બાદમાં પૈસાનું સેટિંગ કરી છેતરપિંડી આચરનાર બાપ બેટાને નોકરી મેળવવા મામલે રૂ 2,20,000 આપ્યા હતા. જોકે ઠગાઈ કરનાર બાત બેટાએ ફરિયાદીને નોકરી માટે એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યો હતો.

લેટરમાં દર્શાવેલી તારીખે ફરિયાદી નોકરી ગયો હતો, ત્યારે ઠગાઈ કરનાર બાપ બેટા ભેગા મળી ભોગ બનનાર યુવાનને નોકરી આપવા મામલે અવાર નવાર વાયદાઓ કરતા હતા. જોકે ઠગાઈ કરનાર બાપ બેટાએ ફોન પણ ઉપાડવાનું બંધ કરી દેતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણવા મળતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

ફરિયાદીને જાણવા મળ્યું હતું કે ભાવિક કુમાર ચૌધરી અને તેનો પિતા બાબુભાઇ ચૌધરી ભેગા મળી બેરોજગાર યુવાનોને બનાસ ડેરીમાં નોકરી આપવાનું કહી લાલચ આપી ત્યારબાદ ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો, જોકે ફરિયાદી એ બાદમાં આ લેટર બનાસ ડેરીમાં બતાવતા લેટર ખોટો હોવાનું જાણવા મળતા ચોકી ઉઠ્યા હતા.

જોકે સમગ્ર ઠગાઈ કરનાર બાપ બેટા દ્વારા વડનગર તાલુકા ના 19 જેટલા યુવાનો સાથે ઠગાઈ કરી હોવાની વિગતો સામે આવી હતી. જેમાં કુલ 46 લાખ 13 હજાર ની ઠગાઈ મામલે બનાસ કાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ પાલનપુરના નામના ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપી ઠગાઈ કરવા મામલે બાબુભાઇ રામજી ભાઈ ચૌધરી અને ભાવિક કુમાર બાબુભાઇ ચૌધરી સામે છેતરપીંડી આચરવા મામલે વડનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...