તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મિનરલ પાવડર ખરીદીના નામે વેપારી સાથે 3.96 લાખની ઠગાઇ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝાના કામલી ગામના નિલમકુમાર લવજીભાઇ સેનમાએ રાધેક્રિષ્ણા એન્ટરપ્રાઇઝની મીનરલ પાઉડર બનાવવાના યુનિટની જાહેરાત જોઇ ફોન કરતાં ધ્રુવ ઠક્કર અને દિનેશભાઇનો સંપર્ક થયો હતો અને તે પિતાને લઇ તેમના ભાવનગર પૃથ્વીધારા કેન્દ્રના સરનામે પહોંચતાં દિનેશભાઇનો વિક્રમભાઇ નામના માણસે આવી ખેતીવાડી લગતા પ્લાન્ટ બતાવ્યો હતો. વિશ્વાસમાં આવેલા નિલમભાઇએ ત્યાર બાદ અમદાવાદ રાધેક્રિષ્ણા એન્ટરપ્રાઇઝમાં જઇ ધ્રુવ ભદ્રેશભાઇ ઠક્કરને મળી મીનરલ પાવડર બનાવવાના એડવાન્સ પેટે રૂ.1.17 લાખ ચૂકવતાં તેને 10 દિવસમાં મશીન અને કાચો માલ ઊંઝા પહોંચી જશે તેવું આશ્વાસન આપ્યું હતું.

15 દિવસ થવા છતાં સામાન નહીં મળતાં તેમણે ધ્રુવ ઠક્કરને મળીને કહ્યું કે, અમારા પૈસા પાછા આપો તેમ કહેતાં મશીન આપવાનો પુન: વાયદો કર્યો હતો.અને ચેક પણ આપ્યો હતો. પરંતુ એકવાર માલ લઇને ગયેલા ધ્રુવ ઠક્કર પુન: ના આવતાં છેલ્લા એક વર્ષથી પડી રહેલો માલ, ભાડે રાખેલા મકાનનું ભાડુ,લાઇટબિલ સહિત કુલ ખર્ચ મળી રૂ. 3,96,660નો ચૂનો લાગ્યો હોવાના અહેસાસ સાથે નિલમકુમારે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ધ્રુવ ભદ્રેશ ઠક્કર અને દિનેશભાઇ સામે ઠગાઇ અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...