તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કડીમાં શાંતા કોટન ઇન્ડ્રસ્ટ્રીઝ સાથે રૂ22.48 લાખની છેતરપિંડી આચરી

મહેસાણા- કડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • રૂની ઘાંસડીનો માલ મંગાવીને રકમ ચૂકવવા બાબતે હાથ ઉંચા કર્યા
 • કડી પોલીસ સ્ટેશનમા ધોળકાની મહિલા સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

મહેસાણા જિલ્લાના કડીની શાંતા કોટન ઇન્ડ્રસ્ટ્રીઝમાંથી ખરીદેલી રૂની ઘાંસડીઓ પેટે રૂ 22.48 લાખ ચૂકવવા મુદ્દે હાથ ઉંચા કરનારા 5 શખ્સો સામે કડી પોલીસ સ્ટેશનમાં ઠગાઇનો ગુનો નોંધાયો છે.નાણાંની ઉઘરાણી કરનાર વેપારીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

મહેસાણા જિલ્લાના કડીના કુંડાળમા પટેલ સોસાયટીમા રહેતા જનીતકુમાર નારણભાઇ પટેલ થોળ રોડ પર શાંતા કોટન ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.નાનામે વ્યવસાય કરતા હોઇ વર્ષ 2019માં તેઓ હીરાભાઇ આહીર મારફતે ધોળકાના ધ્રોલીના પારૂલ હરેશ ત્રિવેદીના સંપર્કમાં આવ્યા હતા.

મહિલાએ અન્યો સાથે મળીને ભાગીદારીમાં ધ્રોલીમાં અહીતરી સ્પીનીંગ મીલ ધરાવતી હોવાની ઓળખ આપી હતા.ત્યાર બાદ પારૂલ ત્રિવેદી અને તેના ભાગીદારોએ કડીની ઉપરોકત મીલમાં જઇ ગત 11 જુન,2019ના રોજ 16257 કિલોની 100 જેટલી રૂની ગાંસડીઓ મંગાવી હતી.

માલ પહોચી ગયા બાદ તે પેટે રૂ 22.48 લાખ ન મળતા વેપારીએ અવાર નવાર ઉઘરાણી શરૂ કરી હતી પરંતુ નાણાંના બદલે પારૂલ ત્રિવેદી સહિત તેમને ધમકીઓ આપતા હોઇ મામલો પોલીસમાં પહોચ્યો હતો.જેમાં જનીત પટેલે કડી પોલીસ સ્ટેશનમાં પારૂલ હરેશ ત્રિવેદી,હરેશ પ્રમોદરાય ત્રિવેદી,જયોતીબેન હીરાભાઇ આહીર,હીરાભાઇ બાવાભાઇ આહીર, વિજય ભટ્ટ (ગણેશ કોટન બ્રોકર દલાલ,અમદાવાદ)ની સામે ઠગાઇનો ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો