તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:ચાર વર્ષ બાદ ઉ.ગુ.માં રેકોર્ડ બ્રેક 42.5 ડિગ્રી ગરમી નોંધાઈ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા-સુરેન્દ્રનગર રાજ્યનાં સૌથી ગરમ શહેર
  • ઉ.ગુ.માં માર્ચ મહિનાની ગરમીના બે રેકોર્ડ તૂટ્યા

ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે ગરમીમાં દોઢ ડિગ્રી સુધીનો વધારો જોવા મળ્યો હતો. રવિવારની કાળઝાળ ગરમીએ એક જ દિવસે બે રેકોર્ડ તોડ્યા હતા. જેમાં 42.7 ડિગ્રી સાથે ડીસા અને સુરેન્દ્રનગર રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. છેલ્લા 4 વર્ષ બાદ રવિવારે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. પરિણામે બપોરે ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યું હતું.

માર્ચ મહિનામાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમીનો રેકોર્ડ 43.4 ડિગ્રી વર્ષ 2017 ની 28 માર્ચે નોંધાઇ હતી. ત્યાર બાદ 2018માં 42.4 ડિગ્રી, 2019માં 41.7 ડિગ્રી અને 2020માં 38.1 ડિગ્રી સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. હવામાન વિભાગ મુજબ, સોમવારે ગરમીનું જોર યથાવત રહેશે. મંગળવારથી ગરમીમાં ઘટાડો આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો