તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કથિત અનાજ કૌભાંડનો મામલો:કડીમાં સરકારી અનાજના ગોડાઉનમાં તંત્રના ધામા, વાઈરલ વીડિયો બાદ ચાર ટીમોએ તપાસ શરૂ કરી

મહેસાણા23 દિવસ પહેલા
  • ગોડાઉન માં મુકેલી બોરીઓ માં એક ઈસમ હોલ પાડી અનાજ ઢોળતો કેમેરા માં કેદ

કડી તાલુકા માં આવેલ સેવા સદન પાછળ આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ગરીબો માટે મફત વિતરણ માટે રાખવામાં આવેલા અનાજની બોરીઓમાંથી કાણા પાડી ગોડાઉનમાં અનાજ ઓછું આપવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલો એક વાઈરલ વીડિયો થતા સામે આવ્યો હતો. જેને લઈ હવે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે.

કડી સરકારી ગોડાઉનમા પડેલ અનાજની બોરીઓમા બમ્બી મારીને એક બોરીમાથી 5 થી 7 કિ.ગ્રા. અનાજ કાઢવાના કથિત કૌભાંડના અહેવાલોમા પ્રસિધ્ધ થયા બાદ તંત્ર હરકતમા આવી ગયુ છે.ગાંધીનગર વિજીલન્સ તથા મહેસાણા પુરવઠા શાખાના અધિકારીઓ તેમજ કડી પુરવઠા શાખાના અધિકારીઓની ચાર ટીમ તપાસમા જોતરાઈ હતી.તપાસનો અહેવાલ સુપ્રત કરવા ઉચ્ચ અધિકારીઓના આદેશને પગલે દૂકાનદારોમા ફફડાટ પ્રસરી ગયો છે.

કડી તાલુકા સેવા સદન પાછળ આવેલ સરકારી ગોડાઉનમા ગરીબો માટે મફત વિતરણ માટે રાખેલ ઘઉ,ચોખા,દાળ ની બોરીઓમાથી 5 થી 7 કિ.ગ્રા. અનાજની ચોરી કરી ઘટ સાથે દૂકાનદારોને રેશનકાર્ડ પ્રમાણે કોટા અપાતો હોઈ પૂરેપુરૂ અનાજનો જથ્થો ન મળતા દૂકાનદારોમા કચવાટ પ્રસર્યો હતો.અનેક વખત કડી મામલતદાર,પુરવઠા મામલતદાર અને સરકારી ગોડાઉન મેનેજરને રજુઆત કરવા છતા અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હતા.

બુધવારે સરકારી ગોડાઉનમા પડેલી અનાજની બોરીઓમા બમ્બી મારીને અનાજ કાઢતા ઈસમોનો વીડિયો વાયરલ થયો હતો.જે કથિત અનાજ કૌભાંડના અહેવાલો માધ્યમોમાં પ્રસિધ્ધ થયા બાદ ગુરૂવારે ગાંધીનગર,મહેસાણા અને કડી આધિકારીઓ દોડતા થઈ ગયા હતા.ચાર ટીમો બનાવો અધિકારીઓએ કથિત અનાજ કૌભાંડની તપાસ આદરી અહેવાલ સુપ્રત કરાશે

અન્ય સમાચારો પણ છે...