કામગીરી:મહેસાણા-પાટણ વચ્ચે દોડતી ચાર સ્પેશિયલ ટ્રેનો રદ કરાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવેની કામગીરીને લઇ 9 થી 22 જાન્યુઆરી સુધી
  • મહેસાણા-વિરમગામ, સાબરમતી-પાટણ સ્પેશિયલ ટ્રેન પણ રદ કરી

જગુદણ- મહેસાણા વચ્ચે રેલલાઇન અને મહેસાણામાં યાર્ડ રિમોડલિંગ કામગીરીના કારણે 4 જોડી પેસેન્જર સ્પેશિયલ ટ્રેનો 9 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રદ રહેશે તેવી જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા કરાઇ છે. જેમાં મહેસાણા- પાટણ, પાટણ-મહેસાણા, મહેસાણા-વિરમગામ અને સાબરમતી-પાટણ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.

રદ કરાયેલી ટ્રેનોની વિગત
1. 09481 મહેસાણા- પાટણ સ્પે.(દૈનિક)
2. 09483 મહેસાણા- પાટણ સ્પે.(સોમ અને શુક્ર સિવાય અઠવાડિયામાં 5 દિવસ)
3. 09484 પાટણ- મહેસાણા સ્પે.(સોમ અને શુક્ર સિવાય અઠવાડિયામાં 5 દિવસ)
4. 09476 પાટણ- મહેસાણા સ્પે.(દૈનિક)
5. ટ્રેન નં. 09491 મહેસાણા- વિરમગામ સ્પેશિયલ (દૈનિક)
6. 09492 વિરમગામ- મહેસાણા સ્પે.દૈનિક
7. ટ્રેન નં. 09369 સાબરમતી- પાટણ સ્પેશિયલ (રવિવાર સિવાય દરરોજ)
8. ટ્રેન નં. 09370 પાટણ- સાબરમતી સ્પેશિયલ (રવિવાર સિવાય દરરોજ)

અન્ય સમાચારો પણ છે...