ચોરી:મહેસાણાના લાઘણજમાં એક જ રાતમાં ચાર દુકાનના તાળા તૂટ્યા, 61 હજારથી વધુનો મુદ્દામાલ ઉઠાવી શખ્સો ફરાર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે વેપારીઓને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી

મહેસાણા તાલુકામાં આવેલા લાઘણજ ગામમાં એક જ રાતમાં ચાર દુકાનના તાળા તૂટતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગામમાં આવેલી અલગ અલગ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાં પડેલા રોકડ રકમ ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. આ સમગ્ર મામલે દુકાનદારોએ આ મામલે લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

લાઘણજ ગામમાં આવેલી મેઈન બજારમાં નવા ટાવરની બાજુમાં રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો ગામમાં પ્રવેશ કરી નવા ટાવર પાસે આવેલ દુકાનોને નિશાન બનાવી હતી. રાત્રે બે કલાક દરમિયાન કેટલાક તસ્કરો દ્વારા દુકાનો તોડવામાં આવી હતી. એક જનરલ સ્ટોર નામની દુકાનમાંથી તસ્કરો 13 હજાર રોકડા ફૂટવેરનું 8 હજારની કિંમતનું કાર્ટૂન, બાજુમાં આવેલી મૃગેશ કિરણા નામની દુકાનમાંથી 27 હજાર રોકડા થતા કપાસિયા તેલના 5 ડબા, ગાયત્રી જનરલ સ્ટોરમાંથી 7 હજાર રોકડા મળી કુલ 61 હજાર 900ના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ સવારે દુકાનદારોને થતા ચોકી ઉઠ્યા હતા. બાદમાં આ અંગે વેપારી દેવેન્દ્ર કુમાર પટેલે લાઘણજ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...