સનસનીખેજ લૂંટ:મહેસાણાના નંદાસણ પાસે પેટ્રોલપંપ પર એક લાખની લૂંટ ચલાવી ચાર લૂંટારુઓ ફરાર

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પેટ્રોલ પંપ પર લૂંટ - Divya Bhaskar
પેટ્રોલ પંપ પર લૂંટ
  • પંપ પર પથ્થરમારો કરી કર્મચારીઓની આંખોમાં મરચું નાખી ઘટનાને અંજામ આપ્યો

મહેસાણા જિલ્લામાં દિનપ્રતિદિન લૂંટ અને ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. હાલમાં વધુ એક લૂંટની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલ એક પેટ્રોલ પંપ પર રાત્રી દરમિયાન પેટ્રોલ પુરાવવા આવેલા ઈસમોએ પથ્થર મારો કરી એક લાખથી વધુ ની લૂંટ કરી ફરાર થયા છે.

રાત્રે ત્રણ વાગ્યે સમગ્ર લૂંટની ઘટના બનીમહેસાણા અમદાવાદ હાઈવે પર ગણેશપુરા ગામ પાસે આવેલ ગણેશ પેટ્રોલ પંપ ઉપર રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં એક બાઈક ઉપર ત્રણ જેટલા ઈસમો પેટ્રોલ પુરાવા આવ્યા હતા એ દરમિયાન એકાએક પેટ્રોલ પંપ ઉપર પથ્થરમારો કરી હાજર રહેલા કર્મચારીઓની આંખ માં મરચાની ભૂકી નાંખી હતી.

એક ઈસમ પેટ્રોલ પંપની દીવાલ કુદી લૂંટ કરવા પહોંચ્યોગણેશ પેટ્રોલ પંપ ઉપર રાત્રી દરમિયાન બનેલી સમગ્ર ઘટનામાં પેટ્રોલ પુરાવા આવેલા ત્રણ ઈસમોએ પેટ્રોલ પંપ ઉપર પથ્થરમારો કર્યા બાદ કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાંખી હતી ત્યારબાદ કર્મચારીઓને ધોકા વડે માર માર્યો હતો જેમાં પાછળથી એક ઈસમ પેટ્રોલ પંપ ની દીવાલ કૂદી ઓફિસમાં ચાર ઈસમોએ ખુશી ઓફિસ નો સામાન વેર વિખેર કર્યો હતો. સમગ્ર ઘટના દરમ્યાન ચાર જેટલા લૂંટારૂઓએ પેટ્રોલ પંપ ની ઓફીસ માંથી કુલ 1 લાખ 28 હજાર 200 રૂપિયાની લૂંટ કરી ફરાર થયા હોવાની હાલ માં પ્રાથમિક તબક્કે વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે પહેલા અજાણ્યા ત્રણ ઈસમો આવી 100 રૂપિયા નું પેટ્રોલ પુરાવ્યું બાદમાં લૂંટારુઓ એ પાંચ પાંચ ની નોટો આપી જેથી ફિલરે નોટો ચાલતી ના હોવાનું કહી અન્ય એક આરોપી એ કહ્યું કે મારી પાસે નોટ છે એમ કહી એક હાથે નોટ આપી ખીચા માંથી મરચાની ભૂકી ફિલર ની આંખોમાં નાખી હતી બાદમાં ફિલર પોતાનો જોવ બચાવવા ઓફિસ તરફ ભાગી અંદર લોક મારી દોધો હતો. બાદમાં આરોપીઓ પાછળ પડી ઓફિસ પર પથ્થર મારો કરી કર્મચારી ને ધોકા વડે માર માર્યો હતો બાદમાં ઓફીડ માં મુકેલ કેસ જેમાં ડીઝલ વેચાણ ના 95 હજાર અને દિવાળી નો પગાર બોનસ મળી કુલ 1 લાખ 28 હજાર ની લૂંટ કરી ફરાર થયા હતા.

હાલમાં પોલીસ ગુનો નોંધી અલગ અલગ ટીમો દ્વારા આજુબાજુ ના તમામ સીસીટીવ ફૂટેજ તેમજ પંપ ના ફૂટેજ માં કેદ થયેલા આરોપીઓ ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...